પાટણ તા.૧૮
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એન.એસ.એસ. શાખા દ્વારા એન.એસ.એસ.ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ૧૦ જેટલી સ્પર્ધાઓનું આયોજન ઉચ્ચ શિક્ષણની કચેરીના પત્ર અંતર્ગત કરવામાં આવેલ હતું. જે મુજબ નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, શીઘ્ર કાવ્ય સ્પર્ધા, વાદ્યસંગીત હરીફાઈ, એક પાત્રિય અભિનય, રંગોળી સ્પર્ધા, સંસ્કૃત શ્લોક પઠન/ગાન સ્પર્ધા, સોલો સોંગ, પોસ્ટર મેકિંગ સ્પર્ધાઓમાં પાંચ જીલ્લાની ૫૦ કોલેજો માંથી આવેલ ૨૧૦ જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધેલ હતો.જેમાંથી જુદી-જુદી સ્પર્ધામાં ૩૭ વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. આ ઉપરાંત અલગ – અલગ કોલેજો માંથી પ્રોગ્રામ ઓફિસરો પણ આ સ્પર્ધામાં હાજર રહેલ હતા. સ્પર્ધા બાદ વિજેતાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
કુલપતિ કે.સી.પોરિયા અને એન.એસ.એસ. પ્રોગ્રામ કૉ.ઓર્ડીનેટર દ્વારા વિજેતા સ્વયંસેવકોને સર્ટીફીકેટ અને મોમેન્ટો આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુલપતિ દ્વારા એન.એસ.એસ. સ્વયં સેવકોને રાજ્ય કક્ષાએ યોજનાર એન.એસ.એસ.ડે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.