ગંભીરા પુલ તૂટતાં કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા..આ પુલની અસરના પડઘા પડયાને ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી પુલ સમગ્ર ગુજરાતમાં કેટલાક જુના નવા પુલ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિ બંધ લગાવી દેવામાં આવતા કેટલીક એસ.ટી. નિગમ ની બસો વીસથી પચાસ કી.મી. ફરીને જતા કેટલીક એસ.ટી.બસ બંધ કરવામાં આવી હતી.જેમાં રાજકોટ -ઝાઝાવડા થરા જે ચોટીલા,સુરેન્દ્રનગર, શંખેશ્વર સમી રાધનપુર થઈ થરા રૂટની એસ.ટી.બસ પણ બંધ કરતા લોકો માટે સૌરાષ્ટ્રની એકમાત્ર એસ.ટી. બસ બંધ થતાં બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકામાં વેપારી મથક થરા નગર એ પચાસ થી સાઈઠ ગામો સાથે વ્યાપાર કૃષિ અભ્યાસ સાથોસાથ ધાર્મિક આસ્થા શ્રદ્ધાના દેવાલયોથી જોડાયેલ જેમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી એવા થરા ઝાઝાવડા વાળીનાથ મહાદેવ તીર્થ આવતા ભાવિક ભક્તો લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી આ બાબતે ઉચ્ચ કક્ષાએ ઝાઝાવડા વાળીનાથ મહાદેવ તીર્થ ના મહંત ઘનશ્યામ પુરીજી મહારાજ તથા પૂર્વ. ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા સ્થાનિક જાગૃત નાગરિકોએ રજુઆત કરતા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજયમાં ફાળવેલ ૯૧ નવી એસ ટી બસોમાં રાજકોટ થરા એસટી બસ નવી ફાળવતા છેવટે એસ ટી નિગમના રાજકોટ ડિવિઝનના રાજકોટ એસટી ડેપો દ્વારા રાજકોટ- થરા એસટી બસ ચાલુ કરવામાં આવતા પ્રજા ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ આનંદની લાગણી ફેલાયેલ આ બસ રાજકોટથી બે વાગ્યે ઉપડી ચોટીલા,સુરેન્દ્રનગર, શંખેશ્વર સમી હારીજ થઈ થરા રાત્રે સાડા આઠ વાગ્યે થરા આવશે અને થરાથી સવારે સાડા ચાર વાગ્યે ઉપડી હારીજ,સમી, શંખેશ્વર, સુરેન્દ્રનગર,ચોટીલા થઈ રાજકોટ સાડા અગિયાર વાગે પહોંચશે આ બસનો લાભ જનતાએ પહેલાંની જેમ લેવો જોઈએ.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




