
વડોદરાના ભાયલી ગામના શ્રી વર્ધમાન જૈન સંઘમાં ગણિધર્મરત્ન વિજયજી મહારાજનો વાજતેગાજતે ચાતુર્માસ પ્રવેશ કરાયો હતો. ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી. સામૈયામાં 106 વર્ષીય વિનયરત્નવિજયજી મહારાજ, ઋષભ મહારાજ, ધર્મકીર્તિ મહારાજ, તત્વ દર્શન તથા અક્ષયરત્ન મહારાજ જોડાયા હતા. શાશન જ્યોતિ સુમતીશ્રીજી મહારાજની શિષ્યા સુહિતાશ્રીજી આદીઠાણાનો પ્રવેશ થયો હતો. ગાયક દીપ શાહ તથા વિધિકાર ધર્મેન્દ્રભાઇએ સ્તવનોની રમઝટ બોલાવી હતી. એમ અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
મનીષ જોષી “મૌન”ની તસવીર




