પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં વિખવાદ; એજન્ડા વગર બેઠક યોજતા રોષ


પાટણ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આજરોજ વર્ષ 2026 માટે ડિસ્ટ્રિક્ટ બાર એસએસસીએશન ની ચૂંટણી 15 કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.
ઉલ્લખનીય છે કે તારીખ 19-12-2025 ના રોજ યોજાયોલ ચૂટણી ચૂંટણી સમરસ થતા 15 કારોબારી સભ્યોને વિજેતા જાહેર કરેલા અને તારીખ 20-12-2025 ના રોજ ચૂંટણી અધિકારીની રૂબરૂ મીટીંગ બોલાવીને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
નવા વર્ષના 2026 ના શરૂઆતના પ્રથમ દિવસે 12 કલાકે 39 મીનીટે સભ્યોના ચાર્જ લેવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2026 માટે ડિસ્ટ્રીક્ટ બાર એશોસીએશનના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ સુભાષભાઈ એચ ઠાકોર, કાર્યકારી પ્રમુખ મદનસિંહ એ ચૌહાણ, ઉપપ્રમુખ ધવલકુમાર બી પંડ્યા, સચિન કુમાર પી નીમાવત, મંત્રી જીતેન્દ્રકુમાર જી ઠાકોર, સહમંત્રી ધવલકુમાર આર પંચાલ, સહિત કારોબારી સભ્યો કલ્યાણરાવ ડી. મહાજન, વિક્રમસિંહ ડી ઝાલા, સંગીતાબેન આર જોશી, રેતીષા જી સોની, ડોક્ટર ભાવિન એમ પટેલ, હર્ષદકુમાર સોલંકી, વિનોચન્દ્ર જે પરમાર, ડોક્ટર અનિલ કુમાર પરમારે વિધિવત્ત ચાર્જ સંભાળી લીધો હતો. વર્ષ 2026 માટે ડિસ્ટ્રિક્ટ બાર એસએસસીએશન ની ચૂંટણી 15 કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી જેમાં ડિસ્ટ્રિક્ટ બાર એસએસસીએશનના હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું.
ચાર્જ સંભાળ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રમુખ સુભાષચંદ્ર ઠાકોરે જણાવ્યું હતું કે, “આજે 12:39 ના વિજય મુહૂર્તે અમે કાર્યભાર સંભાળ્યો છે. અમારી આખી બોડી બિનહરીફ ચૂંટાઈ છે તે બદલ તમામ સભ્યોનો આભાર માનીએ છીએ. આજથી જ અમે વકીલોના હિત માટે અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે તમામ હોદ્દેદારોને સાથે રાખીને કાર્યરત થઈશું.”
ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ની આજે પ્રમુખનો ચાર્જ સંભાળવા માટેની વરણી બાબતે અનિલભાઈ પરમાર દ્વારા પ્રમુખની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા કારોબારી સભ્ય અનિલભાઈ પરમારે જણાવ્યું હતું કે, આજની મીટિંગ માત્ર પ્રમુખને ચાર્જ સોંપવા માટે બોલાવવામાં આવી હતી. પરંતુ, કોઈ પણ પૂર્વ એજન્ડા વગર પ્રમુખ દ્વારા સીધી જ કારોબારીની બેઠક શરૂ કરી દેવામાં આવી હતી. જેનો ચૂંટાયેલા સભ્યોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. અનિલભાઈ પરમારે આક્ષેપ કર્યો હતો કે કારોબારીની બેઠક માટે કોઈ લેખિત સૂચના કે એજન્ડા આપવામાં આવ્યો ન હતો. બંધારણની જોગવાઈઓ બહાર જઈને 7 થી 8 જેટલી નવી કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. કારોબારી સભ્યો હર્ષદભાઈ સોલંકી, વિનોદભાઈ જે. પરમાર અને અનિલભાઈ પરમારે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “અમે ધારાશાસ્ત્રીઓ છીએ અને જો આપણે જ નિયમોનું પાલન નહીં કરીએ તો વકીલોના હિતનું રક્ષણ કેવી રીતે થશે? પ્રમુખ અને અન્ય કેટલાક હોદ્દેદારો મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા છે જે લોકશાહી ઢબે યોગ્ય નથી. અમે બારના બંધારણની નકલ માંગી છે અને આગામી સમયમાં નિયમ મુજબ જ કામગીરી થાય તેવી અમારી માંગ છે.” આ સમગ્ર મામલે પાટણના વકીલ આલમમાં ભારે ચર્ચા જાગી છે.




