ઉદા ભકતો દ્રારા રિનોવેટ કરેલ મંદિર પદ્મનાભ ટ્રસ્ટને અર્પણ કરાયું : સમેળા માતા મંદિર પરિસરના શેડ અને સીડીનું ખાતમુહુર્ત કરાયું…

ત્રિવિધ કાર્યક્રમમાં દાતા પરિવાર સાથે પદ્મનાભ ટ્રસ્ટ,સમાજ આગેવાનો અને યુવાનો જોડાયા…
શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી પરિસર ખાતે બુધવાર ના રોજ ત્રિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા.
આ ત્રિવિધ કાર્યક્રમ ના પ્રથમ ચરણમાં શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં ઉદા ભગતો દ્રારા રિનોવેશન કરી તૈયાર કરવામાં આવેલ તેઓના ગુરૂ ભગવંત જીવણજી-
કબીરજી મંદિરને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટને વિધિ વત રીતે અપૅણ કરવામાં આવ્યું હતું. અને આ મંદિર શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટને વિધિ વત રીતે અપૅણ કરતું બોડૅ પરિસરમાં લગાવવામાં આવ્યું હતું.
બીજા ચરણના કાર્યક્રમમાં શ્રી પદ્મનાભ ભગવાન ની વાડીમાં નવનિર્મિત સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાના મંદિર પરિસર ની આગળ 28×28 ની સાઈઝના શેડ નિમૉણ ની ખાતમુહુર્ત વિધિ શેડના દાતા સ્વ.કનૈયાલાલ દયાનંદ સ્વામી અને સ્વ.શારદાબેન કનૈયાલાલ સ્વામી ભૂરિયાવાળા પરિવારના ચંદ્રેશભાઈ કનૈયાલાલ સ્વામી અને અ.સૌ.ભાવનાબેન ચંદ્રેશ
ભાઈ સ્વામી ના વરદ હસ્તે ખાતમુહુર્ત વિધિ કરવામાં આવી હતી. જયારે અંતિમ ચરણના કાર્યક્રમમાં સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતા ના મંદિર શિખર પર ધ્વજા દંડની વિધિ માટે માતાજીના શિખર પર ચડવા માટે સ્ટીલની સીડી ના દાતા અ.સૌ.પ્રેમીલાબેન મહેશભાઈ પરસોત્તમદાસ સ્વામી ભૂરીયાવાળા પરિવાર ( યુએસએ) ની પુત્રવધૂ ના વરદ હસ્તે ખાતમુહુર્ત વિધિ કરવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ વાડી પરિસર ખાતે આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમની શાસ્ત્રોક્ત વિધિ જગન્નાથ મંદિર ના પુજારી કનુભાઈ શુકલ સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી.
આ ત્રિવિધ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી પ્રમોદભાઈ, મંત્રી કલ્પેશભાઈ,દશરથભાઈ,યશપાલ સ્વામી પ્રો.ડો.લીલાબેન મહેન્દ્રભાઈ સ્વામી, શાંતિભાઈ,
ખન્નાભાઈ,ચિતનભાઈ,નરેન્દ્રભાઈ,જયભોલે,વિજયભાઈ, કનુભાઈ,દેવાભાઈ,કમલેશભાઈ કેનેડાવાળા,સમેળા માતાજી મંદિર ના પુજારી નિતિનભાઈ સહિત સમાજ આગેવાનો
,સેવાભાવી કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




