શિબિરમાં નાગરિકોએ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ મેળવી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા…

પાટણ તા.૧૯
સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાન અંતર્ગત શુક્રવારે પાટણના ગાયત્રી મંદિર ખાતે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરનો ઉદ્દેશ નાગરિકોમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
યોગ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો અને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.
શિબિર બાદ સહભાગીઓએ સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કાર્ય હાથ ધર્યું હતું આ કાર્યક્રમે સ્વચ્છતા અને સ્વાસ્થ્યના મહત્વને ઉજાગર કર્યું અને સમુદાયમાં એકતાનો સંદેશ આપ્યો હતો.
આ અભિયાન સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યોને સાકાર કરવા અને સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં નાગરિકોની સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વ
પૂર્ણ પગલું હોવાનું લોકો એ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..