રાજકીય-સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના સભ્યો સહિતનાઓ એ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમર્પિત કયૉ..
પાટણ તા.૧૯
પાટણ જિલ્લા ભાજપ કિશાન મોરચા મહામંત્રી અને અનાવાડા ગામના ખેડૂત યુવા આગેવાન સંજયભાઈ રાયચંદભાઈ પટેલ અને સમપૅણ સેવા સંસ્થા ના પ્રમુખ સહિત વિવિધ સેવાકીય, સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા મેહુલ
ભાઈ રાયચંદભાઈ પટેલ ના માતૃશ્રી અને યુએસએ સ્થિત જૈનિશ નૈમિશકુમાર પટેલ ના દાદી મેનાબેન રાયચંદભાઈ પટેલ નું ટુંકી માંદગી બાદ નિધન થતાં તેઓના પરિવારજનો દ્રારા તેઓનું ચક્ષુદાન કરી સ્વ.ની અંતિમ વિધિ કરવામાં આવી હતી.તેઓની અંતિમ યાત્રામાં મોટીસંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત સમાજના પરિવારજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વ.ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પરિવારજનો સાંત્વના પાઠવી હતી.
સ્વ.મેનાબેન રાયચંદભાઈ પટેલ ના આત્મા ની શાંતિ માટે પરિવારજનો દ્રારા શુક્રવારે પાટણ શહેરના ફાટીપાળ દરવાજા બહાર આવેલ પાટણ લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે પ્રાથૅના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી તરીકે જવાબદારી વહન કરી રહેલા રજનીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,
જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મોહનલાલ પટેલ, નગરસેવક ભરત ભાટીયા સહિતના રાજકીય – સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના સભ્યો,પત્રકાર મિત્રો સહિત સ્વ.ના સગા સંબંધીઓ અને સ્નેહીજનોએ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમર્પિત કરી સ્વ.ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ…