કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ખાસ હાજરી આપી હતી…

મંત્રી બલવંતસિંહ રાજપૂતે રમેશભાઈ સિંધવને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, રમેશભાઈના નેતૃત્વમાં પાટણ જિલ્લા ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે. સાથે જ જિલ્લાનો વિકાસ અને જનસેવાના કાર્યો પણ વેગવંતા બનશે.
કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ અને તાલુકા-શહેર ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. વિવિધ મોરચાના હોદ્દેદારો, મહિલા મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટર્સ અને ડેલિગેટ્સ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી……..!




