
પાટણ તા. ૧૭
તાજેતરમાં અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ૨૯૦ જેટલા મુસાફરોના અકાળે મૃત્યુ નીપજ્યા હોય આ તમામ મૃતાત્માઓના આત્માની શાંતિ અર્થે અને તેઓના પરિવારજનોને પરમ કૃપાળુ પરમાત્મા આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી કામના સાથે પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી પરિસરમાં બિરાજ માન શ્રી સમેળા માતાજીની સન્મુખ શ્રી પદ્મનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સમાજના ભાવિક ભકતો દ્રારા વિશેષ આરતી – પુજા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણ પ્રજાપતિ સમાજ ના આગેવાનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મૃતાત્માઓના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી શ્રધ્ધા સુમન સમપિર્ત કરી મૃતાત્માંઓના પરિવારજનોને પરમાત્મા આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી કામના વ્યકત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




