
ઝુલેલાલ ભગવાન ની યાદ માં આ ૪૦ દિવસના વ્રત કરવામાં આવે છે…

પાટણ ઐતિહાસિક ધર્મ નગરી જેમાં ઠેર ઠેર પૂજા અર્ચના અને ભક્તિમય માહોલ છે.અત્યારે શ્રાવણ માસ શરૂ છે.જેમાં પાટણ શહેરના સિંધી સમાજના લોકોનું પવિત્ર ચાલીસા ના વ્રત જે ઝુલેલાલ ભગવાન ની યાદ માં આ ૪૦ દિવસના વ્રત કરવામાં આવે સિંધી સમાજની ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાન અને કુળદેવી શ્રી હિંગળાજ માતા નું મંદિર આવેલ છે. જ્યા વર્ષો થી અખંડ જ્યોત પણ સ્થાપિત કરવામાં આવી છે. જેમાં ભરૂચ ગુજરાત ના વર્તમાન ગાદેશ્વર અને ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાન ના 26 માં વંશજ શ્રી સૂર્યવંશી 1008 પરમ પૂજ્ય ઠકુર સાંઈ મનીષ લાલ સાહેબ જી જેઓ પાટણ તારીખ 04/08 ના રોજ આવ્યા હતા. ચાલીસા ના વ્રત ધારી 46 ભાઈ બહેનો ને વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા.
જયારે સિંધી સમાજ ના બધા જ ઘર પરિવાર ના ભાઈ બહેનો ને સહભાગી થયા હતા. સાઈજીના આશીર્વાદ થી ઝુલેલાલ ભગવાન ના અમર કથાનો મહિમા પણ સમજાવ્યો હતો. તથા ઝુલેલાલ રાસ મંડળ ના ભજન ના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા. પાટણના અગ્રણી વ્યાપારીના ઘરે તેમનું ભાવ ભર્યું સામૈયુ કરવામાં આવ્યું હતું.તથા આ 40 દિવસના વ્રતની પ્રેરણા અને ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના મહિમા સમજાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઝુલેલાલ રાસ મંડળના તમામ કારોબારી સભ્યોએ હાજર રહી સાથ સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ માહિતી ઝુલેલાલ મંદિર ના પ્રમુખ શ્રી ખેમચંદભાઈ એ આપી હતી……!




