દિવાળી પર્વ નિમિત્તે મહાલક્ષ્મી મંદિર માં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા…
પાટણ તા. ૨૦
પાટણ શહેરમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે મહાલક્ષ્મી મંદિરોમાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. શહેરના નવાગંજ અને ત્રણ દરવાજા પાસે આવેલા પ્રાચીન મહા
લક્ષ્મી મંદિરોમાં વેપારીઓ અને પરિવારો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા.
ત્રણ દરવાજા પાસેના મહાલક્ષ્મી માતાના પ્રાચીન મંદિરમાં પરંપરાગત રીતે માતાજીને ચોપડો મૂકી શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાત અશ્વોની સવારીનું દ્રશ્ય પણ રચાયું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પાટણ શહેરમાં દિવાળીના પાંચ દિવસીય ઉત્સવો દરમિયાન મહાલક્ષ્મી, મહાકાળી અને સરસ્વતી માતાની આરાધનાનું વિશેષ મહત્વ છે. દિપાવલીના પાવન પર્વ નિમિત્તે ચોપડાપૂજન અને શારદાપૂજનનું પણ અનેરું મહત્વ રહેલું છે.
શહેર ના ત્રણ દરવાજા પાસે આવેલા પ્રાચીન મહાલક્ષ્મી મંદિરે ધનતેરસના દિવસે અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ મંદિરમાં પેઢીઓથી પૂજારીઓ સેવા આપી રહ્યા છે,જે તેની પ્રાચીનતા અને પરંપરા દર્શાવે છે.




