રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં કાંકરેજ-ઓગડ તાલુકાના ડુગરાસણ અને નગોટની બે મહિલાના મોત

૫૦ શ્રદ્ધાળુ ભાવિકભક્તો રણુજા દર્શન કરી પરત ફરતા વાહન હડફેટે બે મહિલા આવી

ઓગડ દીયોદર તાલુકાના અધગામ નવા ગામના પટેલ ચૌધરી સમાજના દ્વારકાધીશના દર્શનાર્થે પદયાત્રા કરી જઈ રહયા હતા ત્યારે પાછળથી કંટેનર ટ્રકે અડફેટે લેતાં ચાર ભાઈઓના ઘટના સ્થળે મોત નીપજયાં જેની શાહી સુકાઈ નથી ત્યાં કાંકરેજ ઓગડ તાલુકાના ડુગરાસણ અને નગોટ ગામના પચ્ચાસ જેટલા શ્રદ્ધાળુ ભાવિકો ભાઈ બહેનો રાજસ્થાનના રણુજા રામદેવ પીરના દર્શનાર્થે ગયેલ ત્યાંથી દર્શન કરી પરત ફરી રહયા હતા ત્યારે ગઇકાલે વહેલી સવારે પાંચ સાડા પાંચ વાગ્યાના સુમારે રાજસ્થાનનાં ધોરીમના પાસે બે મહિલાઓ બાથરૂમ કરવા માટે બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરીને જઈ રહી હતી ત્યારે એક કાળા કલરની કાર ગાડીના હડફેટે આવતાં બંને મહિલાઓના ઘટના સ્થળે મોત નીપજયાં હતા.આ બાબતે ડુંગરાસણ ગામના પૂર્વ સરપંચ વિક્રમજી ગંભીરજી ઠાકોરે જણાવ્યું હતું કે ડુગરાસણ અને નગોટ ગામના પચ્ચાસ જેટલા શ્રદ્ધાળુ ભાવિકો ભાઈ બહેનો રણુંજા ગયેલ આજે સવારે છ વાગ્યે મને ફોન અકસ્માતના સમાચાર મળતાં તાબડતોડ હું રણુંજા જવા નીકળેલ સવારે સાડા આઠ વાગ્યે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા અમારા ડુગરાસણ ગામના પ્રેમીલાબેન દલસુંગજી વાઘણીયા અને નગોટ ગામના તારાબેન અમરતજી ઠાકોરના મૃત્યુ થતાં તેમના પી એમ કરાવી ડુગરાસણ નગોટ લાવવા માટે પોલીસની કાર્યવાહી પતાવી નીકળ્યા છીએ.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here