વીરનગરની વીરચંદ પાનાચંદ હાઈસ્કૂલની વિધાર્થીની ધ્રુવીએ ખેલ મહાકુંભ મા રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો..

શાળા પરિવારનું નામ રોશન કરનાર ધ્રુવીને શાળાના આચાર્ય સહિત સ્ટાફ પરિવારે શુભેચ્છાઓ પાઠવી..

વીરનગર તા. ૫
શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર અને પાટણ ના જાણીતા ધર્મ પત્રકાર મનસુખ સ્વામી એ જેને કર્મભૂમિ બનાવી વર્ષો સુધી શિક્ષક તરીકે સેવા આપી છે તેવી જસદણ તાલુકાના વીરન
ગર ગામની વીરચંદ પાનાચંદ હાઈસ્કૂલ ની ધોરણ- ૧૨ મા અભ્યાસ કરતી વિધાર્થીની ધ્રુવીએ તાજેતરમાં નર્મદ યુનિવર્સિટી ખાતે આયોજિત રાજયકક્ષાના કલા મહાકુંભ – ૨૦૨૫ મા લોકવાર્તા સ્પધૉમાં ભાગ લઈ સમગ્ર રાજ્ય માં પ્રથમ નંબર મેળવી શાળા પરિવાર સહિત વીરનગર ગામનું અને સમગ્ર જસદણ તાલુકાનું નામ રોશન કર્યું છે.
વીરચંદ પાનાચંદ હાઈસ્કૂલ ની વિધાર્થીની ધ્રુવીની આ સિધ્ધિ બદલ શાળાના આચાર્ય અશ્વિન ભાઈ ગીડા સહિત સમગ્ર શાળા પરિવાર સાથે વીરનગર ને કર્મભૂમિ બનાવનાર પાટણના ધર્મ પત્રકાર મનસુખભાઈ સ્વામીના પરિવારજનોએ તેણીને શુભેચ્છાઓ પાઠવી ઉતરોતર પ્રગતિ ના સોપાન સર કરી કરતી રહે તેવા આશિષ પાઠવ્યાં હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here