પાટણ સીટી હોસ્પિટલ મા એસિડ પીવાના કારણે અન્નનળી બળી ગયેલ મહિલાની સફળ સજૅરી કરાઈ..

છેલ્લા આઠ મહિનાથી ખોરાક કે પ્રવાહી પણ ન લઇ શકતી મહિલા સજૅરી બાદ સ્વસ્થ બની..

પાટણ તા.4
મેડિકલ ક્ષેત્રમાં હબ ગણાતા પાટણ શહેરમાં બસ સ્ટેન્ડ પાસેની સીટી હોસ્પિટલ ના ડો.હિતેષ પંછીવાલા દ્વારા એસિડ પીવા ના કારણે અન્નનળી બળી જવાથી છેલ્લા ૮ મહીના થી ખોરાક કે પાણી ના લઇ શકતા દર્દી નું મોટા આંતરડા માંથી અન્ન નળી બનાવી ગળા ના ભાગે જોઇન્ટ કરવાની ખુબજ જટીલ સર્જરી ( Pharyngo coloplasty) 10 કલાકના સફળ ઓપરેશન બાદ કરી દર્દીને પહેલાની જેમ દરેક પ્રકારનો ખોરાક લેતો કરી હોસ્પિટલ માથી રજા આપતા દર્દી સહિત તેના પરિવારજનોએ ડોક્ટરની આ સફળ સર્જરીને સરા
હનીય લેખાવી ડોકટર સહિત સીટી હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી.
આ જટિલ સજૅરી બાબતે માહિતી આપતા ડો. હિતેષ પંછીવાલા એ જણાવ્યું હતું કે આજથી દોઠ માસ પહેલા બનાસકાંઠા ના ભાભર ખાતે રહેતા સંગીતાબેન ઠાકોરને તેમના પતિ સહિત
પરિવારજનો સારવાર અર્થે સીટી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ઉપરોક્ત મહિલાએ આઠ મહિના પહેલા ભૂલથી એસીડ પીવાથી તેમની અન્ન નળી બળી ગયેલ હોવાનું જણાવ્યું હતું અને દર્દી કોઈપણ પ્રકારનો ખોરાક કે પાણી પણ લઈ શકતા ન હોવાનું જણાવ્યું હતું તો પરિવાર દ્વારા તેમની સારવાર માટે માણસા અને મહેસાણા સહિત પાટણ ના અનેક તબીબો ને બતાવ્યું હોય દરેક ડોકટરે તેઓની આ સમસ્યા નું કોઈ પણ પ્રકારે નિરાકરણ નહિ આવે તેવું જણાવ્યું હતું. પરંતુ સીટી હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે લાવ્યા બાદ ડો.હિતેષ પંછીવાલા એ અગાઉ દર્દીનું ઓપરેશન કરી પેટમાં સીધી નળીથી ખોરાક આપવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ એક મહિના પછી ફરી થી દર્દીનું ઓપરેશન કરી અંદાજે 10 કલાક ની જહેમત બાદ તબીબ દ્વારા મોટા આંતરડા માંથી નવી અન્નનળી બનાવી ગળાના ભાગ સાથે સાંધો મારી દર્દીને સ્વસ્થ બનાવતા આજે આ દર્દી પહેલાની જેમ તમામ પ્રકારના મખોરાક ની સાથે પ્રવાહી લેતું થતાં અને હોસ્પિટલ માથી તેઓને રજા અપાતા મહિલા દર્દી સહિત તેમના પતિ અને પરિવારજનોએ ડો. હિતેષ પંછીવાલા દ્રારા કરાયેલી સફળ સજૅરી સહિત સમગ્ર સીટી હોસ્પિટલ ના સ્ટાફ પરિવારની સેવા ભાવનાને સરાહનીય લેખાવી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here