પૂર્વ ચેરમેને પોતાના કાર્યકાળ દરમ્યાન બેકમાં પોતાના સગાવહાલા અને પુત્રવધૂ ની ભરતી કરી છે : વર્તમાન ચેરમેન
સભાસદોને આપવામાં આવેલ ભેટ પણ હલકી ગુણવત્તાની પધરાવી : વર્તમાન ચેરમેન
પાટણ તા. 13
પાટણ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન સુરેશભાઈ પટેલે તાજેતરમાં બેકના વતૅમાન ચેરમેન સહિત કેટલાક ડિરેકટરો સામે સભાસદોને બેંક દ્વારા વિતરણ કરવામાં આવતી ભેટ મામલે વ્હાલા દવલાની નિતિ અખત્યાર કરાતી હોવાની સાથે સાથે ભષ્ટ્રાચાર ના આક્ષેપ કરાતા બેંકની શાખ લોકોમાં બગડતા બુધવારે વર્તમાન ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ સહિતના ડિરેકટરોએ સ્થાનિક પત્રકારો સાથે બેકના સભા હોલ મા પ્રેસ બેઠક યોજી બેકના પૂર્વ ચેરમેન સુરેશ પટેલ દ્વારા કરાતા આક્ષેપો ને પાયા વિહોણા ગણાવી તમામ આક્ષેપો નું ખંડન કર્યુ હતું. વતૅમાન ચેરમેન મહેન્દ્રભાઈ પટેલે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે પૂર્વ ચેરમેન સુરેશ પટેલે પોતાના ચેરમેન ના કાર્યકાળ દરમ્યાન બેંકના ડિરેકટરો ને વિશ્વાસમાં લીધા વિના પોતાની મનમાની ચલાવી સભાસદો ને આપવામાં આવતી ભેટો હલ્કી ગુણવત્તાની લાવી પધરાવવામાં આવી હતી. તો તેમના મૃત્યુ પામેલા પિતાના નામે પણ તેઓએ આજદિન સુધી સભાસદ ભેટ મેળવી રહ્યા છે.બેકમા ભરતી મામલે પૂવૅ ચેરમેન સુરેશ પટેલે પોતાના હોદ્દાના જોરે પોતાના સગા સંબંધી ઓને તેમજ પુત્ર વધુ ને બેકમાં નોકરી આપી હોવાનું જણાવ્યું હતું. તો બેકમા તેઓના ચેરમેન પદે ભષ્ટ્રાચાર ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હોવાનું જણાવી ઉલટા ચોર કોટવાલ ને દંડે તેવી નિતિ અખત્યાર કરી સુરેશ પટેલે લોકોને ગુમરાહ કરવાનું કાયૅ કર્યું છે ત્યારે જો તેઓ સાચા હોય તો આ આક્ષેપો મામલે મિડિયા ને બદલે પોલીસ સ્ટેશનમાં કેમ ફરિયાદ કરતાં નથી તેમ જણાવી વતૅમાન ચેરમેન સહિતના ડિરેકટરોએ પોતે બેક નું અહિત થાય તેવું કોઇ કામ કર્યું નથી અને છતાં પૂવૅ ચેરમેન દ્રારા આવા ખોટા નિવેદનો આપવાનું બંધ નહિ કરે તો આ સમગ્ર મામલે તેઓ દ્રારા કાયદેસરની કાર્યવાહી કરશે તેવું મિડિયા સમક્ષ જણાવ્યું હતું.




