વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વોર્ડ નં. ૬ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત હરિહર અન્નક્ષેત્ર પાસે પર્યાવરણ જાગૃતિ અભિયાન

કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારના અવિરત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ ઉજવણી કાર્યક્રમો અંતર્ગત આજે, ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં. ૦૬ માં આવેલા હરિહર અન્નક્ષેત્ર પાસે આ પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, કાર્યક્રમના સંયોજક ભુદરભાઇ તેમજ સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો નિલમભાઇ પટેલ, ડો. બાબુભાઈ પ્રજાપતિ, મીનાબેન સોલંકી અને કિંજલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, “વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લઈ હરિત અને સ્વચ્છ ભારતના નિર્માણમાં સમાજના પ્રત્યેક નાગરિકે પોતાનું યોગદાન આપવું જોઈએ.”
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે હરેશભાઈ વ્યાસ, રાજુભાઇ ઠાકોર, સાહિલ દેસાઈ, સંજય પ્રજાપતિ અને કનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને નાગરિકો હાજર રહ્યા હતા. વ્યાપક લોકભાગીદારી વચ્ચે આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here