સહકાર ભારતી પાટણ જિલ્લાની કાર્યકારિણીની બેઠક માર્કેટ યાર્ડ હારીજ ખાતે જિલ્લા અધ્યક્ષશ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને,ક્ષેત્રિય સંગઠન પ્રમુખ શ્રી જીવણભાઈ ગોલેના માર્ગદર્શન અને માર્કેટ યાર્ડ હારીજ ચેરમેન વાઘજીભાઇ ચૌધરીના મુખ્ય મહેમાનપદે મળી હતી.જેમાં પાટણ જિલ્લાના તમામ નવ તાલુકાના સહકાર ભારતી અધ્યક્ષો,સંગઠન પ્રમુખો અને મહામંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ પ્રસંગે સહકાર ગીત દ્વારા શુભારંભ બાદ જિલ્લા પ્રમુખ શ્રી હરિભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું.જ્યારે જિલ્લા મહામંત્રીશ્રી સંજયભાઈ ચોખાવાલાએ એજન્ડા અનુસાર બેઠક ચલાવી હતી.


મુખ્ય કામકાજમાં સહકાર ભારતી સદસ્યતા અભિયાન,દરેક તાલુકા સક્રિય તાલુકા બને અને સહકાર ભારતીના સ્વર્ણ જયંતિ વર્ષ અને પ્રદેશ અધિવેશન પૂર્વે જિલ્લાના મુખ્ય પાંચ પ્રકોષ્ટ: માર્કેટયાર્ડ,સેવા,દૂધ,ક્રેડિટ,પિયત ક્રિયાન્વયન અને જિલ્લા સંમેલન આયોજન,સહકાર જ્યોત અને ઈ – પત્રિકા,વિજ્ઞાપન અને રાષ્ટ્રીય કાર્યક્રમો જેવા વિષયો પરત્વે વિશદ ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું.આ સંદર્ભે પાટણ જિલ્લા સહકાર ભારતી અધ્યક્ષ હરિભાઈ પટેલે મુખ્ય ભૂમિકા મૂકી હતી જેની વિગતવાર છણાવટ સાથે ક્ષેત્રિય સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે એ માર્ગદર્શન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય પ્રકોષ્ઠની જવાબદારી,સર્વ અને સેવા પ્રકોષ્ઠ પ્રમુખ શ્રી ડી.કે.રથવી અને ભોજાભાઈ આહીર, એ.પી.એમ.સી.પ્રકોષ્ઠના પ્રમુખ દઝાભાઇ ચૌધરી,દૂધ પ્રકોષ્ઠ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ક્રેડિટ અને બેંક પ્રકોષ્ઠ પ્રમુખ હરિભાઈ રાજપૂત અને ચંદ્રકાંતભાઈ પટેલ,પિયત મંડળી પ્રકોષ્ઠ પ્રમુખ ભલાભાઈ કટારીયા ને મુખ્ય જવાબદારી આપવામાં આવી હતી.આ પ્રસંગે પાટણ જિલ્લા સહકાર ભારતી ઉપાધ્યક્ષ દિલીપભાઈ પટેલ,કોષાધ્યક્ષ જિલ્લા સંઘ મેનેજર ભરતભાઈ રાજપુરોહિત, સેક્રેટરી હારીજ માર્કેટ યાર્ડ ભગવાનભાઈ ચૌધરી, હિરેનભાઈ શાહ, બુનકર પ્રકોષ્ઠ ઈશ્વરભાઈ પરમાર જેમણે સક્રિય ભૂમિકા અદા કરી હતી.
આ બેઠકમાં દરેક તાલુકામાં પણ કાર્યકારિણીની ઘોષણા,પરસ્પર પ્રવાસ મુલાકાત દ્વારા બળ પૂરું પાડવા સમી તાલુકા અધ્યક્ષ મોહનભાઈ દેસાઈ,હારીજ પ્રમુખ દજાભાઈ ચૌધરી,શંખેશ્વર પ્રમુખ હરિભાઈ રાજપૂત,રાધનપુર પ્રમુખ દઝાભાઈ ચૌધરી,ચાણસ્મા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ,પાટણ પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર,સિધ્ધપુર પ્રમુખ ગોવિંદભાઈ દવે,સાંતલપુર પ્રમુખ ભેમાભાઇ પટેલ અને સરસ્વતી સેક્રેટરી ઉમેદભાઇ ચૌધરીને પ્રવાસની જવાબદારી આપવામાં આવી હતી આ સાથે જિલ્લા ટીમ પણ જોડાશે તેમ ગોઠવાયું હતું.
બેઠકને સફળ બનાવવા દરેક તાલુકા મહામંત્રી ક્રમશઃ ચાણસ્મા ધર્મેન્દ્રભાઈ પટેલ,હારીજ ભગવાનભાઈ ચૌધરી,શંખેશ્વર નરેશભાઈ સિંધવ,સમી રમેશભાઈ ચાવડા,રાધનપુર પથુભાઈ ડોડીયા,સિદ્ધપુર શંકરજી રાજપૂત,પાટણ મુલચંદભાઈ વગેરે એ ખુબજ જહેમત ઉઠાવી હતી.બેઠકમાં સાધના સાપ્તાહિક અભિયાનને વેગ આપતાં લવાજમ ભરવા માટે ક્યુઆર કોડનું વિતરણ કરવામાં આવ્યું.આ બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ માર્કેટ ડિરેક્ટર નવલસિંહ ચૌહાણ,ડિરેક્ટર આર.કે.ઠાકોર , પૂર્વ ઓડિટર આર.જી.શુક્લા,બેઠકની આભાર વિધિ સંજયભાઈ ચોખાવાલાએ જ્યારે સંચાલન હરિભાઈ રાજપૂતે કર્યું હતું.




