ઓગડ તાલુકાના રાણકપુર નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં યુવક ડૂબ્યો.. શોધખોળ ચાલુ

ઓગડ તાલુકાના રાણકપુર નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કાંકરેજ તાલુકાના શિહોરી શંકરપુરા વિસ્તાર ખાતે રહેતા ૪૦ વષીય ગલાબજી કુરસીજી ઠાકોર (ઉર્ફે ચાંગેસા) રાણકપુર ખાતે પોતાના સંબંધીને ત્યાં મહેમાનગતિએ આવ્યા હતા. આ દરમિયાન તેઓ રાણકપુર નજીક નર્મદા મુખ્ય કેનાલ પાસેથી પસાર
થઈ રહ્યા હતા, ત્યારે કેનાલના કિનારે પાણી પીવા જતાં અચાનક તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ સીધા કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા. આ અંગે તેમના મોટાભાઈ ચેનાજી ઠાકોરે વિગતો આપી હતી.
અકસ્માતનો ભોગ બનેલા ગલાબજી ઠાકોર પરિવારના કમાઉ મોભી હતા.તેઓ પોતાની પાછળ ત્રણ દીકરીઓ અને એક દીકરો એમ ચાર સંતાનો મૂકી ગયા છે. ઘરના મોભી સાથે બનેલી આ આકસ્મિક દુર્ઘટનાના સમાચાર મળતા જ પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ હસતા-રમતા પરિવાર પર આભ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ભારે માતમ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોના ટોળાં કેનાલ કિનારે ઉમટયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક કટોકટી સેવા ૧૧૨’ ને જાણ કરવામાં આવતા સરકારી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.સ્થાનિક તરવૈયા ઓની મદદથી કેનાલના ઊંડા પાણીમાં યુવકની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે, નર્મદા કેનાલમાં પાણીનું ઊંડાણ વધારે હોવાથી અને પ્રવાહ અતિ તીવ્ર હોવાના કારણે બચાવ ટુકડી માટે શોધ ખોળની કામગીરી પડકાર જનક બની રહી છે. છેલ્લી વિગતો મુજબ હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here