તૃતિયપીઠના આચાર્ય ડૉ. વાર્ગીશ કુમારજી ના વરદ હસ્તે રવિવારે પિયુષ આચાર્ય લિખીત રામદૂત પુસ્તક નું વિમોચન કરાશે…

પાટણ તા. ૩
પ.પૂ.ગો.શ્રી ૧૦૮ શ્રી કાંકરોલી નરેશ ડૉ.વાર્ગીશ કુમારજી આગામી તા. ૫, ૬ જૂલાઇના રોજ પાટણ પધારનાર છે. ત્યારે તા. ૬ જૂલાઇના રોજ તેઓશ્રી સવારે ૧૧-૦૦ કલાકે પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્ય લિખીત પુસ્તક રામદૂતનું વિમોચન પાટણ એપીએમસી હોલ ખાતે કરનાર છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન હેમ.ઉ.ગુ.યુનિ.ના કુલપતિ પ્રો.કિશોરભાઈ સી.પોરીયા કરશે જયારે મુખ્ય મહેમાન તરીકે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ,અતિથી વિશેષ તરીકે પાટણ જિલ્લા પોલીસવડા વસંત કે.નાયી,માર્કેટ કમિટીના ચેરમેન સ્નેહલ પટેલ, ગુર્જરી હોટલના નિતીનભાઈ રાવલ અને રોટરી પ્રમુખ ડૉ.પરીમલ જાની હાજરી આપનાર હોવાનું પુસ્તક ના લેખક પિયુષ આચાર્ય એ જણાવ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here