પાટણ તા. ૧૬
પાટણ રેલવે બ્રોડગેજ લાઈન કાર્યરત બનતા ની સાથે જ અનેક લાંબા રૂટની રેલવેના સ્ટોપેજ પાટણ રેલવે સ્ટેશનને ફાળવવામાં આવ્યા છે ત્યારે આ લાંબા રૂટના રેલવે સ્ટોપેજ માં ચેન્નઇ સુપરફાસ્ટ રેલવેને પણ પાટણ જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયક ની કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને કરવામાં આવેલ રજૂઆત ના પગલે સ્ટોપેજ આપવામાં આવ્યો હોય. પાટણ રેલવે સ્ટેશન ને આ સ્ટોપેજ મળતા રેલવે મુસાફરોએ રાજય સભાના સાંસદ મયંક ભાઈ નાયક નો આભાર વ્યક્ત કર્યો હતો.




