પ્રમુખ તરીકે દિલીપભાઈ મોદી ઉર્ફ લાલાભાઇની સવૉનુમતે વરણી કરાય…


પાટણ તા. 3
625 થી વધુ સોની વેપારીઓના સંગઠન એવા શ્રી ચોકસી મહાજન એસોસિએશન પાટણ ની ગુરૂવારની સાજે વાઘેશ્વરી માતાજી ની વાડીમાં કારોબારી બેઠક મળી હતી.જેમાં આગામી વર્ષ 2025-26 અને 27 એમ ત્રણ વર્ષ માટેના પ્રમુખ,મંત્રી,ખજાનચી સહિત કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે દિલીપભાઈ મોદી ઉર્ફે લાલાભાઇ, મંત્રી ગોપાલભાઈ સોની, ખજાનચી હિતેશભાઈ સોની, ઉપપ્રમુખ ભરતભાઈ સોની, સહમંત્રી દિલીપભાઈ પ્રજાપતિ, સહખજાનચી મેઘદૂત ભાઈ મોદી, સલાહકાર સભ્ય યોગેશભાઈ પટેલ, કિરીટભાઈ ઝવેરી, કાયમી આમંત્રિત સભ્ય ભાર્ગવ
ભાઈ ચોકસી સહિત કારોબારી સભ્યોમાં ભરત પંચાલ,સંજય પંચાલ, પ્રકાશ સોની,ચિરાગ પટેલ, જીગ્નેશ મોદી,અમિશ મોદી,ચિરાગ સોની, બ્રિજેશ સોની,પીન્ટુ બંગાળી,રાકેશ પ્રજાપતિ, દીપક મરાઠી, રાજુ બંગાળી,જતીન સોની, તનય બંગાળી અને જતીન પંચાલની વરણી કરવામાં આવતા ગત વર્ષના પ્રમુખ,મંત્રી સહિની ટીમે તેઓને આવકારી સ્વાગત સન્માન કરી અભિવાદિત કર્યા હતા.
આ બેઠકમાં શ્રી ચોકસી મહાજન એસોસિએશન પાટણ ના 30 માસ સુધી પ્રમુખ પદે રહેલા ભાર્ગવભાઈ ચોકસીએ પોતાના સમયકાળ દરમ્યાન કરેલ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક તેમજ સોની વેપારીઓને લગતા 30થી વધુ કાર્યક્રમો કર્યા હોવાનું જણાવ્યું હતું.
તો આગામી ત્રણ વર્ષ માટે નિયુક્ત કરાયેલા પ્રમુખે પણ સોની વેપારીઓના હીત ની સાથે સાથે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરવાની નેમ વ્યકત કરતાં સમગ્ર વેપારીઓને કારોબારી સભ્યોએ તેઓને સહયોગ આપવાની ખાતરી આપી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




