શ્રી પદ્મનાભ ભગવાનની જયોત સ્વરૂપે નિકળેલ રવાડી ના દર્શન કરી હરિભક્તો ધન્ય બન્યાં..

ભગવાન ની પુજા- અચૅના અને વાણી- કિર્તન દ્રારા વાતાવરણ ભક્તિમય બન્યું..

પાટણ તા. ૧૨
સંવત ૨૦૮૨ ને ચૈત્ર વદ દશમ ને રવિવાર તા.૧૨ એપ્રિલ ના રોજ સવારે આઠ કલાકે પરંપરાગત શ્રી પદ્મનાભ ભગવાનની (જ્યોત) સ્વરુપે ની અલૌકિક રવાડી નિકળી હતી જેના દિવ્ય દર્શન નો લાભ લઈ હરિ ભકતો ધન્ય ભાગ બન્યા હતા.
આ પવિત્ર પ્રસંગે શ્રી પદ્મનાભ ભગવાન ની પુજા- અચૅના સાથે વાણી,કિર્તન થી સમગ્ર વાડી સંકુલ નું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
ભગવાન શ્રી પદ્મનાભ ની જયોત સ્વરૂપે નિકળેલ આ રવાડી મંદિર પરિસર થી નિકળી વાડી પરિસરની પરિક્રમા કરી શ્રી ગણપતિજી ના કયારે સંપન્ન થઈ હતી.
આ રવાડી ની પરિક્રમા મા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત મોટી સંખ્યામા હરિભક્તોએ જોડાઈ દર્શન-પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here