શ્રી પદ્મનાભજી મંદિર પરિસરના રામચંદ્રાવતીભોજન કક્ષની બહારની બાજુએ નિમૉણ થનાર શેડ નું દાતા પરિવારના હસ્તે ખાતમુહુર્ત કરાયું..

આ શેડ ના નિમૉણ થકી સમાજના લોકોને ચોમાસામાં ભોગવવી પડતી હાલાકીઓ દુર થશે…

પાટણ તા. 7
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસરમાં આવેલ રામચંદ્રાવતી ભોજન કક્ષની બહારની બાજુએ અમેરિકા સ્થિત પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામીનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારના જાગૃતિબેન ઉર્ફે (પીનકીબેન)સિમુલભાઈ પ્રજાપતિ અને ચિ.વંશ,આદિત્ય તેમજ લક્ષ્મણદાસ રામજીભાઈ પ્રજાપતિ અને સ્વ.
જશોદાબેન લક્ષ્મણદાસ પ્રજાપતિ પરિવારના ગુડ્ડીબેન દુર્ગેશકુમાર,જલ્પાબેન અખિલેશકુમાર અને ચિ.મોહિતા,તીર્થ,પરી,સાચીના આર્થિક સહયોગથી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા નિમૉણ થનાર શેડ નું શુક્રવારના પવિત્ર દિવસે ભૂદેવ દ્રારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
દાતા પરિવારના સહયોગથી રામચંદ્રાવતી ભોજન કક્ષની બહારની બાજુમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર થનાર આ શેડ ના કારણે સમાજના લોકોને ચોમાસા દરમ્યાન ભોગ
વવી પડતી હાલાકીનું નિરાકરણ આવશે.
શુક્રવારના પવિત્ર દિવસે આયોજિત આ શેડ નિમૉણ ના ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ,નગરસેવક નવીન પ્રજાપતિ, પાટણ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન પૂનમચંદભાઈ પ્રજાપતિ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ એમ. સ્વામી,ટ્રસ્ટી દશરથભાઈ પ્રજાપતિ સહિત સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here