પાટણ એપીએમસીના ચેરમેન પદે પુનઃ વરણી કરાયેલ સ્નેહલભાઈ પટેલ નું પાટણ ની વિવિધ સંસ્થાઓએ સન્માન કર્યું..

પાટણ તા. ૨૦
પાટણ એપીએમસીના ચેરમેન પદે પુન: વરણી થયેલ સ્નેહલભાઈ પટેલ પર તેમના સમર્થકો, શુભેચ્છકો દ્રારા અભિનંદન ની વર્ષા વરસાવવામા આવી રહી છે ત્યારે શનિવારે શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ એપીએમસી ખાતે રૂબરૂ જઈને ચેરમેન સ્નેહલભાઈ પટેલ નું મો મીઠું કરાવી વિવિધ ભેટ-સોગાદો અપૅણ કરી તેઓની ચેરમેન પદે પુનઃ વરણી થવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ શુભેચ્છા કાર્યક્રમમાં પાટણ શહેરની વિવિધ સંસ્થાઓમાં રિલાયન્સ ફાઉન્ડેશન,ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પાટણ , શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ, જાયન્ટ્સ ગૃપ, રામ રહીમ અન્નક્ષેત્ર,આશરો સંસ્થા સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા.
પાટણ ની વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયેલ સન્માન બદલ ચેરમેન સ્નેહલભાઈ પટેલે સૌ સંસ્થાના પ્રતિનિધિઓનો સહ હ્રદય આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here