શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં આવેલા ગુરૂ શ્રી જીવણજી-કબીરજી મહારાજ ના સાનિધ્યમાંભકિત રસ રેલાયો..

કબીરપંથી ફલુ મહિલા મંડળની બહેનોએ ભજન-કિતૅન સાથે ગુરૂમહારાજ ના આશીર્વાદ મેળવ્યા..

પાટણ તા. 28
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં આવેલા ગુરૂ શ્રી જીવણજી-કબીરજી મહારાજ ના સાનિધ્યમાં કબીરપંથી પરિવારની મહિલાઓના ફલુ મહિલા મંડળની બહેનોએ પધારી ભજન- કિતૅન સાથે ગુરૂ મહારાજ ની ભકિતભાવ પૂવૅક પુજા – અચૅના કરી રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
શ્રી પદ્મનાભ ભગવાનવાડી પરિસરની માટીની રચના અને શાંતિ મય વાતાવરણ થી પ્રભાવિત ફલુ મહિલા મંડળની બહેનોએ સરાહના કરી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી સુવિધાઓ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
શનિ- રવિ એમ બે દિવસ ભક્તિમય માહોલમાં ફલુ મહિલા મંડળની બહેનોએ શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં ભક્તિ રસ રેલાવી વાતાવરણ ને મધુર બનાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here