જગત જનની માં જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રીના નવમા નોરતે ઐતિહાસિક પાટણ નગરીમાં શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પાટણ દ્વારા પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત નવમા નોરતે ભવ્ય રાસ-ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



પવિત્ર નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે રણકાર 2026 ના મેદાન ઉપર યોજાયેલા આ મહોત્સવમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સંસ્કૃતિ અને ભક્તિનો અનોખો સંગમ રચ્યો હતો.કાર્યક્રમ દરમિયાન રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ સમગ્ર સ્ટાફ ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા. માતાજીની આરાધના સાથે યુવા ધન ગરબાના તાલ પર ઝૂમી ઉઠતાં સમગ્ર પરિસરમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.આ ઉજવણીમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ શાળાના આચાર્યશ્રી, સમગ્ર શિક્ષકગણ તેમજ બિન શૈક્ષણિક સ્ટાફે પણ ઉત્સાહભેર જોડાાઈને બાળકો સાથે ગરબા રમ્યા હતા. આયોજનને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સૌએ એકસાથે મળીને નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરી આનંદ વ્યક્ત કર્યો હતો.નવ દિવસ પણ આરતી કરી આરાધના કરી હતી.ઉપસ્થિત ધીરુભાઈ શાહ, કમલેશભાઈ શાહ તરફથી ત્રણ નંબર ને ઇનામ પણ આપેલ છે




