સંસ્થા દ્વારા “અબોલ જીવ સેવા” અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે રાખવામાં આવી યથાવત્

ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી જીવદયા અને કરુણાની ભાવનાને સાકાર કરવા માટે સંસ્થાના યુવાનો સતત કાર્યરત આ સેવાયજ્ઞ અંતર્ગત ચોમાસુ, શિયાળો કે ઉનાળો… તમામ ઋતુઓમાં કપિરાજ (વાનરો) માટે કેળાં, તાજાં શાકભાજી તેમજ અન્ય પૌષ્ટિક ખોરાકની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અબોલ પક્ષીઓ માટે પણ ચણ, પીવાના પાણીના કુંડા અને અન્ય જરૂરી ખોરાકની સેવા નિયમિતપણે પૂરી પાડવામાં આવે છે.
મૂંગા અને અબોલ જીવોને પૂરતો ખોરાક તેમજ સંરક્ષણ મળી રહે તેવા શુભ આશયથી ફાઉન્ડેશનના સેવાભાવી સભ્યો દિવસ-રાત કરી રહ્યા છે.
આ પવિત્ર અને પરમાર્થના કાર્યમાં પાટણ શહેરના અનેક સેવાપ્રેમી યુવાનો ઉત્સાહભેર જોડાઈને પોતાની નિઃસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે.
સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવા કૌશિકભાઈ પ્રજાપતિ, વેદાંતભાઈ દરજી અને યશ પ્રજાપતિ સહિતના યુવાનો જોડાયા આ સાથે જ યશ પટેલ, ચિરાગભાઈ પ્રજાપતિ અને સત્યમભાઈ દરજી સહિતના સેવાભાવી યુવાનો અબોલ જીવોની જઠરાગ્નિ ઠારવાનું પુણ્યશાળી કામ કરી રહ્યા છે આધાર ફાઉન્ડેશન-પાટણનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જીવદયા, કરુણા અને ઉમદા સંસ્કારોનું સિંચન કરવાનો છે. સંસ્થાના હોદ્દેદારોના મતે અબોલ જીવોની સેવા એ માત્ર સામાજિક કાર્ય નથી, પરંતુ માનવતાને જીવંત રાખવાનો એક પવિત્ર અને ભગીરથ પ્રયાસ છે આધાર ફાઉન્ડેશન દ્વારા સમાજના તમામ સદ્ધર અને સેવાભાવી નાગરિકોને આ સેવાયજ્ઞમાં જોડાવા માટે અને દરેક નાગરિક પોતાના સ્તરે અબોલ જીવોના કલ્યાણ કાર્યમાં ભાગીદાર તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે.
“સેવા • સહયોગ • સંસ્કાર” ના મંત્ર સાથે આગળ વધી રહેલી આધાર ફાઉન્ડેશનની આ માનવતાવાદી પ્રવૃત્તિને પાટણ નગરજનો તરફથી ભારે આવકાર મળી રહ્યો છે.




