પાટણ તા. 3
પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં નિસહાય બાળકો માટે ચાલતા આપણુ ધર સંસ્થામાં શહેરના અનેક સેવાભાવી વ્યક્તિ દ્વારા યથાશકિત મદદ કરવામાં આવે છે. ત્યારે મંગળવારે આ સંસ્થાને સુજનીપુર ગામના સેવાભાવી વ્યકિતત્વ ધરાવતાં પરેશભાઈ નાયી દ્વારા રોકડ રકમનું અનુદાન અપૅણ કરી નિસહાય બાળકોને આર્થિક રીતે સહાય કરવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત આપણું ઘર સંસ્થાના સંચાલિકા અલ્પાબેન રબારીએ અમિતભાઈ નાયી ની નિસહાય બાળકો પ્રત્યે ના સેવાકાર્ય ને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.




