પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા સમાજ કલ્યાણ અને પ્રકૃતિ સંરક્ષણના સંકલ્પને સાકાર કરવા અનાવાડા મુકામે આવેલ હરિઓમ ગૌશાળામાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી સંજય પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. વૃક્ષારોપણ માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ આપવાનો સંકલ્પ છે. તેમણે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેનું સંવર્ધન કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી શ્રી ભાવેશભાઈ જોષી, શ્રી ભોજાભાઈ આહીર, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રાહુલભાઈ પટેલ, પાટણ શહેર ભાજપ પ્રમુખ શ્રી હર્ષ પટેલ, તેમજ શ્રી દિલીપભાઈ દેસાઈ, શ્રી ભારત ચાવડા, શ્રી અશોકભાઈ જોષી, શ્રી જલ્પેશ પટેલ અને શ્રી દિનેશ જોષી સહિત કિસાન મોરચા અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આગેવાનો અને કાર્યકર્તાઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમજ હરિયાળું, સ્વચ્છ અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.




