પાટણ: બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચના અનુસાર પાટણ એલસીબી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સૂચનાના આધારે એલસીબી પાટણના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગ અને માહિતી મેળવવામાં કાર્યરત હતો.
દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સમી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના ગુના (ગુ.ર.નં. ૧૧૨૧૭૦૨૯૨૫૦૬૯૯/૨૦૨૫)માં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી ભવાનસિંહ પુરણસિંહ રાઠોડ (રહે. ઓમકારનગર, નાંદરી ગૌશાળાની બાજુમાં, જોધપુર, તા.જિ. જોધપુર, રાજસ્થાન) હાલ જોધપુર ખાતે છે.
બાતમીના આધારે એલસીબી ટીમે રાજસ્થાનના જોધપુર મુકામેથી આરોપી ભવાનસિંહ પુરણસિંહ રાઠોડને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની બી.એન.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં એલસીબી પાટણના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી, પી.વી. ચૌધરી તેમજ એ.એસ.આઇ. વિપુલકુમાર ખોડાભાઇ, એ.એસ.આઇ. લાલાભાઇ ચેહાભાઇ, અ.હેડ.કો. વનરાજસિંહ રાણાજી અને અ.પો.કો. પ્રવિણસિંહ જેસંગજી જોડાયા હતા.




