આજવા સરોવરમાં સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ શરૂ કરાશે

વડોદરા મહાનગર પાલિકાએ આજવા સરોવર ખાતે ફલડ મિટીગેશન હેઠળ સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ સિસ્ટમની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ કામ થકી સરોવરનું સ્તર 211 કૂટથી ઘટાડી 208 ફૂટ સુધી લઈ જવાના ઉદ્દેશ્યથી 1200 એમ/ અવર ક્ષમતા ધરાવતા કુલ 14 પમ્પસેટ્સ મુકવામાં આવશે જેના દ્વારા દૈનિક અંદાજે 405 મિલિયન લિટર પાણી સૂર્યા નદીમાં વહેડાવવામાં આવશે. જેના પરિણામે દસ દિવસમાં 1 ફૂટ અને મહિના દરમિયાન અંદાજિત 3 ફૂટ જેટલું પાણીનું સ્તર ઘટશે. આમ પૂરના ડરથી બઘવાઇને નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા.‌

મનીષ જોષી “મૌન”ની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here