પાટણ નગર પાલિકાના સત્તાધીશોને કુંભકર્ણની નિંદ્રામાંથી ઢંઢોળવા કોગ્રેસ દ્રારા અપાયેલ અનોખા કાર્યક્રમને શહેરીજનોએ પણ સમર્થન આપ્યું…

પાટણ શહેરમાં ચોમાસાની સિઝનમાં બે ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે તેમ છતાં પાટણ શહેરની અંદર ઠેર ઠેર ખાડાઓ અને ગંદકીનું સામ્રાજ્ય સજૉવા પામ્યું છે.
ભાજપ શાસિત નગરપાલિકા ના સત્તાધીશો કુભકણૅ ની જેમ નિદ્રાધીન બન્યા છે ત્યારે તેમને જગાડવા માટે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા પાટણના વોર્ડ નંબર 7 મા આવેલ જળચોક-સરદાર બાગ આગળ પડેલ ખાડાઓમાં બુધવારે સવારે ખાડામાં ખાટલા બેઠક કરી પાલિકાને ઢંઢોળવાનો અનોખો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
કોગ્રેસે આ કાર્યક્રમમાં ભાજપ શાસિત નગરપાલિકા સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પાટણ શહેરમાં જ્યારે ભાજપના કોઈ મંત્રી આવતા હોય ત્યારે ભાજપના સત્તાધિશો નગરપાલિકા અને સરકારી વહીવટી તંત્રને સાથે રાખી રોડ-રસ્તા નું રીપેરીંગ સહિત ગંદકી હટાવવાનું કામ, ઉભરાતી ભૂગર્ભ ગટર બંધ કરવાનું કામ,દવાનો છંટકાવ કરવાનું કામ નેતાઓ આગળ સારા લાગવા માટે યુદ્ધના ધોરણે કરાવવામાં આવે છે.
ત્યારે પાટણ નગરપાલિકાની અંદર પાટણ શહેરની જનતા ડબલ ટેક્સ ભરે છે તો પણ આ ફોટો શેસન મા માનવા વાળી પાટણ નગરપાલિકા ની ભાજપ શાસિત બોડી પાટણની જનતાને પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ,ગંદકી જેવી સમસ્યાઓ માંથી મુક્ત કરવા જવાબદારી નિભાવવા અસમર્થ બન્યા છે.
પાટણ ભાજપ નગરપાલિકા દ્વારા ખાડાઓનું કે પાયાની જનતાની સમસ્યાઓનું કોઈ નિરાકરણ ના આવતા પાટણ શહેર કોંગ્રેસ દ્વારા આ ખાડામાં ખાટલા બેઠક કરી આ પાલિકા સહિત જિલ્લાના વહીવટી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય સતાધીશો કુભકણૅ ની નિદ્રા માથી બહાર આવી યુદ્ધના ધોરણે ખાડાઓનું પૂરાણ કરી પાટણની જનતાની કમર તુટતી બચાવે સાથે સાથે જે વિસ્તારો ની અંદર પાણી ભરાય છે તેનો તાત્કાલિક નિકાલ કરાવી ત્યાં દવાનો છંટકાવ કરવા અને તેમને થતું આર્થિક નુકસાન બચાવવાની કોગ્રેસ દ્રારા માગ કરી વિવિધ પ્લે કાડૅ સાથે પાલિકા વિરુદ્ધ અનોખો કાર્યક્રમ આપતાં આ કાર્યક્રમની વિસ્તારના લોકો સહિત પાટણના પ્રબુધ્ધ નગરજનોએ પણ સમથૅન આપી શહેરીજનોની મુશ્કેલીઓ દુર કરવા સુર પુરાવ્યો હતો.
કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઇ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સહિત વિસ્તારના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




