ટપાલ સેવાઓ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે પાટણમાં ૩૦ નવેમ્બરે ડાક અદાલત યોજાશે

ગ્રાહકો, ખાતાધારકો અને વિમાધારકોને ટપાલ સેવાઓને લગતા પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરવાની તક

પાટણ : પાટણ પોસ્ટલ વિભાગ દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવાના હેતુથી નવેમ્બર માસની ડાક અદાલતનું આયોજન તા. ૩૦/૧૧/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે પાટણ વિભાગીય કચેરી ખાતે કરવામાં આવ્યું છે.

આ ડાક અદાલતમાં સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ, પાર્સલ, મનીઓર્ડર, PLI/RPLI, બચત બેંક ખાતાં, સુકન્યા સમૃદ્ધિ યોજના, SCSS, MIS, TD, RD, NSC, KVP, આધાર સેવાઓ, IPPB, ATM/ડેબિટ કાર્ડ, મોબાઇલ બેન્કિંગ, AEPS સહિતની વિવિધ પોસ્ટલ સેવાઓને લગતા પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરી શકાશે.

આ ઉપરાંત વિલંબિત, ગુમ થયેલા અથવા નુકસાનગ્રસ્ત ટપાલ લેખો, વળતર, ખાતાના વ્યવહારો, વ્યાજ, ખાતા ટ્રાન્સફર, નામાંકન, PLI/RPLI વીમા દાવા તેમજ IPPB સંબંધિત પ્રશ્નો અને ફરિયાદોનો પણ ડાક અદાલતમાં સમાવેશ કરવામાં આવશે.

ફરિયાદ રજૂ કરવા ઇચ્છુક ગ્રાહકોએ પોતાનું નામ, સંપૂર્ણ સરનામું, મોબાઇલ નંબર, સંબંધિત પોસ્ટ ઓફિસનું નામ, ફરિયાદની વિગતવાર અરજી તેમજ અગાઉ કરવામાં આવેલા પત્રવ્યવહારની નકલો સહિતની સંપૂર્ણ વિગતો સાથે તા. ૨૭/૧૧/૨૦૨૬ સુધીમાં નિર્ધારિત સરનામે ફરિયાદ મોકલવાની રહેશે.

પાટણ પોસ્ટલ વિભાગ ગ્રાહકકેન્દ્રિત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. ડાક અદાલતના માધ્યમથી ગ્રાહકોની ફરિયાદોનું સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આથી તમામ ગ્રાહકો, ખાતાધારકો અને વિમાધારકોને આ તકનો લાભ લેવા પાટણ પોસ્ટલ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here