પાટણ તાલુકાના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પાટણ એલ.સી.બી.એ ગાંધીનગરથી ઝડપી પાડયો

પાટણ: પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગાંધીનગરના સરગાસણ ચોકડી નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુના (ગુ.ર.નં. ૧૧૨૧૭૨૬૨૬૦૩૭૬/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧, ૫૪) ના નાસતા ફરતા આરોપી શેખ જહીરખાન ઉર્ફે મહમદજાકીર ઉર્ફે બટાકો મહેમુદભાઇ (ઉં.વ. ૧૯, હાલ રહે. કસાવાડો, બુકડી રોડ, પાટણ; મૂળ રહે. ગવાડી, મીરા મહોલ્લા, ડીસા, જિ. બનાસકાંઠા) ને ગાંધીનગર ખાતે આવેલી સરગાસણ ચોકડી નજીકથી દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧) જે મુજબ અટકાયત કરી આગળની વધુ તપાસ અર્થે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ વર્ષ ૨૦૨૩માં પાટણ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (ગુ.ર.નં. ૧૧૨૧૭૦૧૯૨૩૦૦૧૨/૨૦૨૩) ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૮૬, ૩૬૫, ૩૮૪ અને ૩૨૩ હેઠળના ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો હતો. આ સમગ્ર સફળ કામગીરીમાં એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. ચૌધરી, અનાર્મ હેડ કોન્સ્ટેબલ મૌલીકકુમાર કિર્તિકુમાર, અનાર્મ હેડ કોન્સ્ટેબલ અતુલકુમાર બળદેવભાઇ તથા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ કીરણભાઇ ભલાભાઇ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here