આવતી કાલથી દશામાં વ્રતનો પ્રારંભ દશામાની મૂર્તિ પ્રસાદ લેવા બજારમાં ભીડ જોવા મળી…

ભારતીય સંસ્કૃતિમાં વાર તહેવાર તિથી માસ ગ્રહ નક્ષત્ર શક્તિ પુજાનું આગવું મહત્ત્વ રહેલું છે. આવતી કાલે અષાઢ વદ અમાસ એટલે દિવાસા તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે.આવતી કાલથી દશ દિવસ દશામાં વ્રતની શરૂઆત થશે.આ દશ દિવસ સ્ત્રી પુરુષ દશામાનું સ્થાપન કરી પૂજાપાઠ કરી પ્રસાદ ધરાવે છે અને બ્રહ્મચર્યના પાલન સાથે ઉપવાસ કે એકટાણું કરે છે.વ્રત ધારી સ્ત્રી પુરુષ માતાજીની મૂર્તિ સાંઢણીવાળી પધરાવે છે. આજે કાંકરેજ તાલુકાના થરા નગર વિસ્તારમાં સાંઢણીવાળી દશામાની મૂર્તિ તથા પ્રસાદ ફરાળની વિવિધ વેરાયટીઓ બજારમાં લારીઓ પાથરણા પર વેચાણર્થે લોકો લઈને ઉભા હતા આ વ્રત કરનાર નર નારી સૌ સાંઢણીવાળી દશામાની મૂર્તિ તથા પ્રસાદ ફરાળની વિવિધ વેરાયટીઓ ખરીદવા બજારમાં ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાયો હતો.દશ દિવસ સુધી દશમાનું વ્રત કર્યા પછી ઉજાગરો જાગરણ કરી સાંઢણીવાળી દશામાની મૂર્તિ તળાવ નદી કે વહેતા ઝરણામાં પધરાવી માતાજીને આવતા વર્ષે વહેલાં વહેલા આવજો કુટુંબ પરિવાર સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ વર્ષાવજો તેવી પ્રાર્થના કરી વ્રતની પૂર્ણાહુતિ કરશે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here