પાટણ એસટી ડેપોના કરાર આધારિત એસટી કંડકટર બન્યા એટીઆઈની બેદરકારી નો ભોગ.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ના પરિપત્ર નો એટીઆઈએ કર્યો ભંગ….

ફરજ મોકૂફી સુધીના સખ્ત પગલાં લેવામાં આવી શકે : વિભાગીય નિયામક એસ ટી નિગમ મહેસાણા

એટીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા પાટણ એસટી ડેપો મેનેજર દ્વારા લેખિતમાં કરાઈ જાણ.

પાટણ એસ.ટી. ડેપોમાંથી આમેટ રાજસ્થાન માટે રવાના થયેલી બસ 22 તારીખે સવારે આમેટ પહોંચેલ જેમા નિવૃત કરાર આધારિત કંડકટર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ મોદીનો આમેટ રાજસ્થાન ખાતે અકસ્માત થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ જેમને રાજસ્થાન માં પ્રાથમિક સારવાર બાદ પાટણ જનતા હોસ્પિટલ ખાતે લવાયેલ જે હાલમાં બેશુદ્ધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની વિગતમાં પાટણ એસ.ટી ડેપો માં એટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પ્રહલાદભાઈ પટેલે 21 જુલાઈ રાત્રે પાટણથી આમેટ રાજસ્થાન જતી બસમાં કંડકટર તરીકે કરાર આધારિત કર્મચારી રાજેશભાઈ મોદીની ફરજ લખેલ અને તેમને આ બસમાં કંડકટર તરીકે જવા ફરજ પાડેલ જે બાબતે પાટણ એસ.ટી ડેપો મેનેજર વિપુલભાઈ રાવળ દ્વારા રૂબરૂમાં પોતાના નિવેદન માં જણાવેલ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ વડી કચેરી નો પરિપત્ર છે કે કરાર આધારિત કર્મચારીને ગુજરાત રાજ્ય બહાર જતી નિગમ એસ. ટી. બસમાં ફરજ આપી શકાય નહીં અને આ બાબતે પાટણ એસ.ટી ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પટેલને રૂબરૂમાં જાણ કરવામાં આવેલ હતી ઉપરાંત વોટ્સએપ મેસેજ દ્વારા પણ તારીખ 17 જુલાઈ ના રોજ પણ તેઓને નિગમના આ પરિપત્રની જાણ કરવામાં આવેલ હતી તેમ છતાં દશરથભાઈ પટેલ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈ કંડકટર રાજેશભાઈ મોદીને કે જેઓ કરાર આધારિત કર્મચારી છે તેમને ગુજરાત રાજ્ય બહાર જતી બસમાં ફરજ આપવામાં આવેલ અને તે દરમિયાન તેઓનો આમેટ રાજસ્થાન ખાતે ગંભીર અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું જયારે આ સંદર્ભે વધુમાં પાટણ ડેપો મેનેજર વિપુલભાઈ રાવળે જણાવ્યું હતું કે પાટણ ડેપોમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ પટેલે આ બાબતે પોતાની ભૂલ લેખિત ખુલાશો કરીને સ્વીકારેલ છે ત્યારે આ બાબતે પાટણ ડેપો એટીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક કડક કાર્યવાહી કરવા વિભાગીય કચેરીને પત્ર અને જરૂરી દસ્તાવેજો સાથે જાણ કરી હોવાનું જણાવેલ છે.
સમગ્ર ઘટનામાં સ્પષ્ટપણે એટીઆઈ દશરથભાઈ પટેલ ની ફરજ પ્રત્યેની બેદરકારી અને નિગમના પરિપત્રના ભંગની બાબત સ્પષ્ટ થાય છે જ્યારે આ બાબતે વિભાગીય નિયામક એસ ટી નિગમ મહેસાણા નો ટેલિફોનીક સંપર્ક કરતાં તેઓએ પણ ફરીથી આવી ગંભીર ઘટના ના બને તે હેતુથી પાટણ એસ. ટી. ડેપો એટીઆઈ દશરથભાઈ પટેલ વિરુધ્ધ ફરજ મોકૂફી સુધીના સખ્ત પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું છે. ઉપરાંત કરાર આધારિત કર્મચારીઓને પગાર સિવાય કોઈપણ જાતના ભથ્થા કે લાભ મળવાપાત્ર ન થતા પાટણ એસ ટી નિગમ ડેપો એટીઆઈ દશરથભાઈ પટેલ ની બેદરકારીનો ભોગ બનેલ કર્મચારી રાજેશભાઈ મોદી અને તેમના પરિવારનું ભવિષ્ય અંધકારમય બનવા પામ્યું છે.
ત્યારે હવે વિભાગીય કચેરી મહેસાણા દ્વારા એટીઆઈ દશરથભાઈ પટેલ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here