

જરૂરિયાતમંદ 30 સગૅભા માતાઓને જરૂરી ચીજવસ્તુઓ સાથે ની કીટો અપૅણ કરાઈ…

સગૅભા માતા અને બાળ મરણ ને અટકાવવા આવા કાર્ય કરવા રોટરી કલબ હમેશા તત્પર રહેશે : ડો. પરિમલ જાની..


પાટણ તા. ૨૪
તંદુરસ્ત માતા,તંદુરસ્ત બાળક ની વિભાવનાને ચરિતાર્થ કરવા ગુરૂવારના રોજ પાટણ તાલુકા હેલ્થ ઓફિસ ના સભાખંડમાં રોટરી ક્લબ ઓફ પાટણ તથા તાલુકા આરોગ્ય વિભાગ ના સહયોગથી 35 સગર્ભા બહેનોને માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણ નો કાર્યક્રમ રોટરી પ્રમુખ ડો.પરિમલ જાની,પ્રોજેક્ટ ચેરમેન રો. રાજુ મોદી, રો.ડો.નૈસર્ગિ પટેલ, મંત્રી રો.જય દરજી, તાલુકા હેલ્થ ઓફિસર અલ્પેશભાઈ, ડીપીઓ ઉર્મિલાબેન પટેલ સહિત રોટરી કલબ પાટણ પરિવાર, તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ પરિવાર અને આઈસીડીએસ સ્ટાફની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
સીડીપીઓ પાટણ ૧ ઉર્મિલાબેન પટેલ અને રોટરી સેક્રેટરી જય દરજીના સંકલનથી યોજવામાં આવેલ માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણ કાર્યક્રમ મા 35 સગૅભા બહેનોને 30 થી વધુ જરૂરિયાત મુજબ ની ચીજવસ્તુઓ સાથે ની દાતાઓના સૌજન્યથી તૈયાર કરેલ કીટો નું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રોટરી કલબ પાટણ ના પ્રમુખ ડો. પરિમલ જાની એ જણાવ્યું હતું કે સગૅભા માતા અને બાળ મરણ ને અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઈન્ટરનેશનલ લેવલે સેવા કાયૅ કરતી રોટરી કલબ પણ આ કાયૅમાં સહભાગી બની હોવાનું તેઓએ જણાવી કોઈ પણ દેશ ના વિકાસ ના સુચકાંક માં માતા મરણ અને બાળમૃત્યુ ના દર ને મહત્વ નું પરિબળ ગણવામાં આવતું હોય છે તેમ જણાવી આગામી દિવસોમાં પણ આવા કાર્ય કરવા રોટરી કલબ હમેશા તત્પર રહેશે.
પાટણ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આયોજિત માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણના આ કાર્યક્રમમાં રોટરીના આઇપીપી ભગવાનભાઈ પટેલ ,અશ્વિનભાઈ જોશી ,પરેશભાઈ એમ પટેલ ,જયરામભાઈ પટેલ, પરેશ જે પટેલ ,અંકિત વ્યાસ ,ડો અતુલ અગ્રવાલ ,ડો નૈસર્ગી પટેલ ,ડોબાબુભાઈ પ્રજાપતિ સહિત પ્રોજેક્ટ ચેરમેન રાજેશ મોદી અને મુખ્ય સેવિકા એવા વર્ષાબેન અને સંગીતાબેન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.



