હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો…

સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારો ગુરૂભક્તોએ દર્શનનો લાભ લીધો…

આજે 29 જુલાઈના રોજ ગુરુપૂર્ણમાના પવિત્ર દિવસે પાટણ તાલુકાના નોરતા ગામે શ્રી દોલતરામ મહારાજના આશ્રમે ગુરુપૂર્ણિમા પર્વની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાટણ સમીપ આવેલ નોરતા ધામ ખાતે પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી માતાના સાનિધ્યમાં સેવક ગણ દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
ગુરુપૂર્ણિમાના પર્વને લઈને વહેલી સવારથી નોરતા ધામ ખાતે સેવક ગણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને વિશ્વભારતીજી નું પૂજન અચૅન સાથે ગુરુદક્ષિણા અપૅણ કરી આશિર્વાદ મેળવ્યા હતા.
ભાજપ અગ્રણી અને પૂર્વ મંત્રી પ્રદેશ ભાજપ કે.સી.પટેલ,એપીએમસી પાટણ ચેરમેન સ્નેહલ પટેલ સહિત વિવિધ રાજકીય સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં ગુરુ ભક્તો ગાદીપતિ શ્રી દોલતરામ મહારાજ અને પ.પુ.સંત શ્રી વિશ્વભારતી મહારાજના દર્શન પુજન કરી ધન્યતા અનુભવી હતી.
પૂજ્ય દોલતરામ બાપુએ ગુરુપૂર્ણિમાના પાવન પર્વએ ભાવિક ભક્તોને અને સમાજને સંદેશો આપતા જણાવ્યું હતું કે દેશ અને વિશ્વ સ્તરે ગુરુપૂર્ણિમાનો મહિમા ઉજવાઈ રહ્યો છે, જે આપણી ઋષિમુનિઓની પરંપરા છે. આજના મંગલ અવસરે ભારત માતા અને ભારતીય નારી શક્તિનો જયઘોષ અને સન્માન થાય, લોકો ધાર્મિક બને અને અંધશ્રદ્ધાથી દૂર રહે, ગૌમાતા પ્રત્યે પ્રેમ રાખે અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો નો સંદેશ આપ્યો હતો તેઓએ સમાજમાં ભાઈચારો અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે તેવી ભાવના સાથે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાની અપીલ કરી હતી.
વહેલી સવારથી જ નોરતા ગામે આશ્રમના સેવક રવિરામ તેમજ ગુરુભક્તો દ્વારા દર્શનાર્થીઓ માટે ચા પાણી અને ગુરુપ્રસાદની સુંદર વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારોની સંખ્યામાં ગુરુ ભક્તોએ લાભ લીધો હતો. જ્યારે આ નાનકડું નોરતા ગામ આજે દોલતરામ મહારાજના આશ્રમે ઉજવાતા ગુરુપર્વથી ભક્તિમય માહોલથી દીપી ઉઠ્યું હતું.




