ઓગડ તાલુકાના થરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નર્મદાનહેર પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્મદા નહેરના કાંઠે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા જીઆરડી તરીકે ફરજ બજાવનાર એક મહિલા કર્મચારી આત્મહત્યાનો ઈરાદો રાખીને પોતાનું વાહન પાર્ક કરી નર્મદાનહેરમાં કૂદવાની તૈયારી માં હતીત્યાંથી પસાર થતાજાગૃત રાહદારીઓએ સમયસૂચકતા વાપરી મહિલાને નહેરમાં કુદતા બચાવી લીધી હતી.
ચોંકાવનારી વિગત એવી જાણવા મળતી માહિતી મુજબ,થરા પોલીસ સ્ટેશનમાં મહિલા જી. આર.ડી. કર્મચારી નર્મદા નહેરના કિનારે આત્મહત્યા કરવાની તૈયારીમાં હતી.ત્યાં નજીકથી પસાર થનારા રાહદારીઓ મહિલાઓ તેમજ યુવાનોની નજર આ પોલીસ યુનિફોર્મમાં સજ્જ મહિલા કંઈ અજુગતું કરી રહી છે તેવી શંકા જતાં તેઓ તરત જ દોડી ગયા હતા અને મહિલા કર્મચારીને આત્મહત્યા કરતા અટકાવી હતી.એ સમયે જી.આર.ડી.મહિલા કર્મચારી અત્યંત વ્યથિત અવસ્થામાં રડતી જોવા મળી હતી બાદમાં ઘટનાની જાણ થરા પોલીસ સ્ટેશનને થતાં જ પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. મહિલા પોલીસ કર્મચારીને સમજાવ્યા બાદ સ્ટેશન લાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું કારણ પાટણ ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા ખોટું ઓપરેશન કરવામાં આવ્યાની જાણકારી બહાર આવતા, પોલીસ હાલમાં વધુ તપાસમાં લાગી છે.જાગૃત નાગરિકોની સમયસૂચકતાથી એક મહિલા પોલીસ કર્મચારીનો અમૂલ્ય જીવ બચી ગયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચા વર્તાઈ રહી છે થરા પોલીસ દ્વારા આગળની યોગ્ય કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાંઆવી હોવાનું જાણવા મળે છે કે ગર્ભાશયમાં રહેલી ગાંઠનું ઓપરેશન કરાવવા ગયેલી આ મહિલાનું ડોક્ટરોએ તેની જાણ બહાર ગર્ભાશય કાઢી લીધુ હોવાનો આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાએ રુદન સાથે ગંભીર આક્ષેપ કરતાં બોલતી હતી કે થરા પોલીસ સ્ટેશનના વડા ગામે જીઆરડી તરીકે ફરજ બજાવું છું તેને લગભગ ૪૦ દિવસ પહેલાં પાટણની એક ખાનગી હોસ્પિટલમાં ગાંઠનું ઓપરેશન કરાવવા ગઈ હતી.
ત્યારે તેની પરવાનગી કે જાણ વગર જ ડોક્ટરે તેનું ગર્ભાશય કાઢી નાખ્યું.આ મુદ્દે મહિલાએ ૧૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ ૫ાટણ બી ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી પણ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આ મહિલાએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સમક્ષ પણ રજૂઆત કરી હતી.તેને રજૂઆત કરતી વખતે ન્યાય નહી મળે તો નહેરમાં પડી આત્મહત્યા કરી લઈશ તેવી ચીમકી ઉચ્ચારી હતી.પરંતુ આખરે ન્યાય નહી મળતા કંટાળેલી મહિલા કેનાલમાં પડી આત્મહત્યાનો પ્રયાસ કરતા લોકોએ બચાવી લીધી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે,ગર્ભાશયમાં ગાંઠનું ઓપરેશન કરાવવા જતા ગર્ભાશય કાઢી લીધું છે. હવે મારી સાથે લગ્ન કરશે કોણ ? સતત પોલીસ સ્ટેશનમાં જવું છું.પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી.વધુમાં કહ્યું છે કે આ મામલે પાટણના જિલ્લા પોલીસ વડા અને ગૃહમંત્રાલયને કહ્યું છું કે આ મામલે જવાબદાર ડોક્ટર સામે કાર્યવાહી કરે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




