ઓગડ તાલુકાના રૂની તીર્થ ખાતે અઠ્ઠમતપની આરાધના.

ઓગડ-કાંકરેજ તાલુકા પંથકની રળીયામણી રૂનીતીર્થની ધન્ય ધરાએ શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદાના જન્મ દીક્ષા કલ્યાણકના અવસરે પોષ દશમીના સમુહ અઠ્ઠમતપની આરાધના પૂજ્ય આચાર્યશ્રી કલ્પેન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા રૂની તિર્થોદ્ધારક ગુરૂકલ્પ કૃપાપાત્ર પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્નસૂરીશ્વરજી મ સા આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવનકારી નિશ્રામાં યોજાયા. આરાધકોનું આગમન સહ અત્તર વાયણા થયેલ. ભક્તિ સ્ત્રોત પાઠ કરેલ.બાદમાં ગુરૂ ભગવંતોના મુખારવિંદ સામૂહિક અક્રમતપનું પચ્ચખાણ ગ્રહણ કરેલ. બાદમાં સૌએ પરમાત્માની અનેરી સ્નાત્ર ભણાવેલ બપોરે શક્રસ્તવ મહાઅભિષેક યોજાયેલ રાત્રે ભાવનાની રમઝટ જામેલ.


પોષદશમીએ સૌ દર્શનપૂજાઆદિ કરેલ.બાદમાં પૂજ્ય ગુરૂ ભગવંતો ની નિશ્રામાં ૪૪૪ પરિવારો દ્વારા શ્રીપાર્શ્વપદમાવતી મહાપૂજન યોજાયેલ. જેનો લાભ વસંતીબેન અગરંચદજી દોશી પરિવારે લીધેલ. તેમજ મુખ્ય પીઠીકાનો લાભ કમળાબેન હરગોવનદાસ શાહ પરિવારે ઉણ હ.મનોરંજન બેન કેતનભાઈ શાહ પરિવાર દ્વારા લેવાયેલ. તેમજ સહ લાભાર્થી તરીકે વિપીનચંદ્ર વિનોદચંદ્ર કારભારી, શ્રીમતી સુશીલાબેન ચુનીલાલ વોરા લતીપુર, પ્રેમીલાબેન ચંપકલાલ માનચંદભાઈ વાલાણી પરિવાર- થરા,હંસાબેન દિનેશકુમાર પટેલ પરિવાર,દુગરાસણ પરિવારે લાભ લીધેલ.પૂજન સૌને વિધિ સહ ભાવપૂર્વક મુંબઈ પધારેલ કુલદીપ સર દ્વારા પ્રતિક ગેમાવતના સંગીતના તાલ સાથે કરાવેલ. બાદમાં તપસ્વીઓના પારણા સબંધી ઉછામણીઓ થયેલ. આજે પોશદશમીનો અનેરો અવસર હોઈ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો દાદાની સેવા-પૂજા દર્શનાર્થે પધારેલ.બપોરનાભોજન નો લાભ લીધેલ. બાદમાં દાદાના પગલાંનો પ્રતિવર્ષ યોજાતો વરઘોડો યોજાયેલ.જેમાં પરમા ત્માને લઈ બેસવાનો લાભ પ્રેમીલાબેન ચંપકલાલ વાલાણી પરિવારે લઈ ધન્યતા અનુભવેલ. સૌએ દાદાના જીના લયની બેન્ડ સાથે સાજન-માજન સહ પ્રદક્ષિણા કરી ધન્યતા અનુ ભવેલ. બાદમાં અઠ્ઠમતપના અનેરા મહોત્સવમાં લાભ લેનાર ભાગ્યશાળી પરિવારોનું બહુમાન સંગીતના તાલ સાથે થયેલ. તપસ્વીઓના બહુમાનનો લાભ શાહ કિર્તિલાલ રતિલાલ પરિવાર થરાવાળા પરિવારે લીધેલ રાત્રે ભાવનાની રમઝટ જામેલ.
પૂજ્યશ્રીનું પ્રવચન યોજાયેલ તેમજ બપોરે લઘુશાંતી સ્નાત્ર પૂજન યોજાયેલ રાત્રે ભાવનામાં તપસ્વીઓનું બહુમાન કરવામાં આવેલ.પૂજ્ય આચાર્ય કલ્પેન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્યશ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્ય પંન્યાસશ્રી કલ્પબોધી સૂરીશ્વરજી મહારાજા આદિનું ગુરૂ પૂજનનો લાભ મીનાબેન સુમનચંદ્ર શાહ પરિવારે લીધેલ.
તપસ્વીઓ પૂજ્યશ્રીના મુખે પચ્ચખાણ ગ્રહણ કરેલ. બાદમાં તપસ્વીઓએ પારણાં કરેલ. ત્રણેયદિવસ પરમાત્માને ભવ્યાતિ ભવ્ય અંગરચના થયેલ તેમજ રોશની, દિપક રોશની સહ ભવ્ય શણગાર સજવામાં આવેલ રૂની ટ્રસ્ટમંડળ તથા યુવાઓને સુંદર સેવાઓ આપેલ. જયજીનેન્દ્રનો લાભ પેથાપુર નિવાસી વિપીનચંદ્ર વિનોદચંદ્ર કારભારી પરિવારે લીધેલ.

યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here