જિલ્લાના સામાજિક શૈક્ષણિક પછાત વિસ્તાર એવા કાંકરેજ તાલુકાના ઝાલમોર– ચીમનગઢ વિસ્તારમાં નવી સરકારી હાઈસ્કૂલને મંજૂરી આપવા બદલ રાજ્ય સરકાર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતરનો સમગ્ર વિસ્તાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.*ઐતિહાસિક નિર્ણય: શિક્ષણ ક્ષેત્રે લેવાયેલું આ દુરંદેશી પગલું ઝાલમોર, ચીમનગઢ તથા આસપાસના ગામોના વિદ્યાર્થી ઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે- *વિકાસનો પાયો: આ મંજૂરી માત્ર એક શાળાની સ્થાપના નથી, પરંતુ સમગ્ર વિસ્તારના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ તરફનું મહત્વપૂર્ણ સોપાન છે.- *ભાવિ પેઢીનું સિંચન: આજે શિક્ષણરૂપી વડલાનું જે બીજ રોપવામાં આવ્યું છે, તે આવનારા સમયમાં વિશાળ વૃક્ષ બની બાળકોને જ્ઞાન, સંસ્કાર અને પ્રગતિનો માર્ગ બતાવશે.માનનીય શંકરભાઈ ચૌધરી અને ડાહ્યાભાઈ પીલીયાતરનો આ પ્રયત્ન સાબિત કરે છે કે *”શિક્ષણ એ જ વિકાસનો પાયો છે, અને આજે રોપાયેલું આ બીજ આવતીકાલના ઉજ્જવળ સમાજનું નિર્માણ કરશે.”આ નિર્ણયથી વિસ્તારના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. સ્થાનિક આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે શાળા ટૂંક સમયમાં કાર્યરત થશે અને ગ્રામીણ વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઘરઆંગણે મળશે.
યશપાલસિંહ ટી વાઘેલા થરાબનાસકાંઠા
Home Gujarat BANASKANTHA કાંકરેજના ઝાલમોર- ચીમનગઢ વિસ્તારમાં નવી સરકારી હાઈસ્કૂલને મંજૂરી: શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પગલું




