સમર કેમ્પ ના સમાપન પ્રસંગે ૧૩૦ થી વધારે બાળકોને શૈક્ષણિક કીટ અને ચોકલેટ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયાં…
પાટણ તા. ૩૦
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાયન્ટ્સ પાટણ ના સહકારથી આયોજિત સમર કેમ્પ નુ શનિવારે સમાપન કરાયું હતું આ સમાપન પ્રસંગેસમર કેમ્પ ના સમાપન પ્રસંગે સમર કેમ્પમાં ભાગ લેનાર ૧૩૦ થી વધારે બાળકોને શૈક્ષણિક કીટ અને ચોકલેટ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયાં હતાં.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉનાળું વેકેશન દરમિયાન બાળકો માટે સમગ્ર ગુજરાત માં નિશુલ્ક સમર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.
આ સમર કેમ્પનો મુખ્ય ઉદેશ ઉનાળુ વેકેશન દરમ્યાન બાળકો મોબાઈલ થી દૂર રહી ગીતા નું જ્ઞાન, યોગ,પ્રાણાયામ, આસનો તરફ પ્રેરાય અને આગળ વધે એ ઉદ્દેશ રહેલો છે.
આ વર્ષે પણ ૧૬ મે થી ૩૦ મે એમ ૧૫ દિવસીય કેમ્પ નું આયોજન પાટણ શહેરના કાલભૈરવ મંદિર હોલ માં કરવામાં આવેલ,આ કેમ્પ માં ૧૩૦ થી વધારે ૭ વર્ષથી ૧૫ વર્ષ સુધીના નાના બાળકો જોડાયા હતા.
શનિવારે આ સમર કેમ્પના સમાપન પ્રસંગે ઉપસ્થિત દાતા અંકિતભાઈ ડી. પટેલ સિવિલ એન્જીનીયર નર્મદા વિભાગ પાટણ ના સહયોગ થી કેમ્પમાં ભાગ લેનાર ૧૩૦ થી વધુ બાળકોને સારી ગુણવત્તા વાળી શૈક્ષણિક કીટ અને પ્રહલાદભાઈ એન પટેલ દ્વારા ચોકલેટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે જાયન્ટ્સ પાટણ ના પ્રમુખ પ્રહલાદભાઈ એન પટેલ, મંત્રી પ્રહલાદભાઈ એ પટેલ,નટુભાઈ દરજી ઝોન ઉપ પ્રમુખના વરદ હસ્તે કીટ વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ, હાજર વાલીઓએ સમર યોગ કેમ્પ થી બાળકો સવારે વહેલા ઉઠતા થયા અને માતા પિતા ને પગે લાગી નમન વંદન અને વડીલો ને સન્માન આપવા સાથે તેમની દિનચર્યા માં યોગ પ્રાણાયામ નો પણ સમાવેશ થયો હોવાનું જણાવી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
આ કેમ્પ માં બાળકો ભગવદ્ ગીતા ના શ્લોક અને પોતાના અભ્યાસ માટે ઉપયોગી પ્રાણાયામ અને આસનો શિખ્યાં હોવાનું જણાવી કેમ્પ માં ઘરે બનાવેલ નેચરલ જ્યુસ, લીંબુ – ફુદીના પાણી, બિલા નું જ્યૂસ, વરિયાળી નું જ્યુસ અને કાચી કેરી નો જ્યુસ દરરો જ વિતરણ કરવામાં આવ્યો હતો.
આ કેમ્પ માં પાટણ જિલ્લા કો ઓડિનેટર અંકિતાબેન પટેલ ના માર્ગદર્શન માં અને કેમ્પ ના સંચાલક ઝંખના બેન પટેલ અને સહ સંચાલક અશ્મીબેન ભાટી અને શિલ્પાબેન પટેલ અને મદદનિશ યામિનીબેન જોશી દ્વારા પંદર દિવસીય કેમ્પ નું સુંદર આયોજન કરેલ હતું




