રાહદારીઓ અને વેપારીઓએ ઠંડી છાસ પી પોતાની જઠરાગ્નિ ને તૃપ્ત કરી…

પાટણ તા. ૩૦
પાટણમાં કર્મકાંડી બ્રાહ્મણ સંગઠન દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસમાં પડી રહેલી કાળઝાળ ગરમી ને ધ્યાનમાં રાખીને શહેરના જુનાગંજ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓની જઠરાગનીને તૃપ્તિ કરવાના શુભ સંકલ્પ સાથે ઠંડા પાણીની પરબ કાર્યરત કરવામાં આવી છે ત્યારે શનિવારે આ સ્થળ પર પાટણના કર્મકાંડી બ્રાહ્મણ સંગઠન દ્વારા ૧૦૦૦ લીટર મસાલા છાશનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ નિશુલ્ક મસાલેદાર ઠંડી છાસને જુનાગંજ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓ સાથે વિસ્તારના વેપારીઓએ પી પોતાની જઠરાગ્નિ ને તૃપ્ત કરી પાટણના કર્મકાંડી બ્રાહ્મણ સંગઠનની પવિત્ર પુરુષોત્તમ માસમાં કરાતી માનવીય સેવાને સરાહી હતી.




