
પાટણ તા. 30
શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા ચાલતી પુષ્ટિમાર્ગીય પાઠશાળામાં બહેનોને વિવિધ વર્કશોપનો લાભ આપવામાં આવે છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય અને દરેક વૈષ્ણવોના ઘરે ઠાકોરજીની સેવા થતી હોય. શ્રી ઠાકોરજીની ગૃહ સેવામાં વિવિધ શૃંગાર, સામગ્રી ,ભોગ ધરવામાં આવતા હોય. પુષ્ટિમાર્ગીય પ્રણાલી મુજબ અલગ અલગ ઋતુ પ્રમાણે સેવા ક્રમમાં બદલાવ આવતો હોય છે. અને અત્યારે ઉષ્ણકાલ ચાલી રહ્યો છે. તો ગરમીમાં શ્રી ઠાકોરજીને શીતળતાનો અનુભવ થાય તેવા જુદા જુદા મનોરથ ઉત્સવ વિવિધ શૃંગાર સામગ્રી ધરવામાં આવે છે. અને વૈષ્ણવો પોતાની જાતે દરેક વસ્તુ સિદ્ધ કરી અને શ્રી પ્રભુને ઘરે તો આનંદમાં વધારો થાય છે. પરંતુ દરેક વૈષ્ણવોને બધી જ વસ્તુ આવડતી હોય તે જરૂરી નથી. જેથી આવા વર્કશોપ દ્વારા વૈષ્ણવો શ્રી ઠાકોરજીને ધરવામાં આવતી વિવિધ સામગ્રી શૃંગાર શીખી જાતે બનાવી અને તનુજા સેવા સિદ્ધ કરી શકે છે અને શ્રી પ્રભુને સોહા અને સુખરૂપ થાય તેવી ભાવનાથી ગૃહ સેવામાં પ્રવૃત્ત રહી શકે છે. આવી ભાવનાથી આશાબેન હસમુખભાઈ સોની દ્રારા આજે કળી માંથી શ્રી ઠાકોરજીની ઓઢણી કેવી રીતે બનાવવી તે શીખવાડયુ
હતું.
પાઠશાળા ના સંચાલક હર્ષિદાબેન સોનીએ જણાવ્યું કે પાઠશાળાની સાથે આવા વર્કશોપથી ધાર્મિક સંસ્કાર તો જરૂર પડે છે. પરંતુ સાથે સાથે કંઈક અવનવું શીખવાનું પણ મળે છે.આ પાઠશાળા પ.પૂ ગો.૧૦૮ ડો.શ્રીવાગીશકુમાર મહારાજશ્રીનીઆજ્ઞા થી ચલાવવામાં આવે છે.જેમાં મુખ્ય ટ્રસ્ટી કૌશિકભાઇ સોની તેમજ વહીવટી સમિતિ તરફથી પૂર્ણ સહકાર આપવામાં આવે છે.
આ પાઠશાળામાં ઉપસ્થિત રહેનાર સંચાલક સંદીપભાઈ અને તથા પાઠ શાળાની તમામ બહેનોનો દરેક સતકાર્ય મા સહકાર સાંપડી રહ્યો છે.




