પાટણ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ: રૂ. ૫.૫ કરોડની લોનનું વિતરણ અને ચોરી થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો

‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ ૪૦ લાખનો મુદ્દામાલ કરાયો પરત.

વ્યાજખોરોના વિષચક્રને તોડવા ૫ કરોડની લોન અપાવી!

સાયબર ક્રાઇમના ભોગ બનેલા નાગરિકોના ખાતામાં ₹૧૪.૮૨ લાખ પાછા ખેંચી લાવતી પોલીસ.

ગેરકાયદેસર મની લેન્ડર્સની હવે ખેર નથી : DySP પરેશ રેણુકાની ખુલ્લી ચેતવણી.

ડર્યા વગર પોલીસ પાસે આવો, વ્યાજખોરોને પાંજરે પૂરીશું.”

DySP પરેશ રેણુકાનો દમદાર લલકાર:

“કોઈના બાપથી ડરવાની જરૂર નથી!”

જ્યારે કાયદો અને વ્યવસ્થા સામાન્ય નાગરિકના હિતમાં મેદાને આવે છે, ત્યારે સમાજમાં સુરક્ષાનો વિશ્વાસ બમણો થઈ જાય છે. પાટણ જિલ્લા પોલીસે કંઈક આવો જ સરાહનીય અને દમદાર સપાટો બોલાવ્યો છે. યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા એક ભવ્ય જનસહાય કેમ્પમાં પોલીસે માત્ર ગુનેગારોને પાઠ જ નથી ભણાવ્યો, પરંતુ પીડિતોના આંસુ લૂછીને સાચા અર્થમાં ‘જનતાની મિત્ર’ હોવાની પ્રતીતિ કરાવી છે.


પાટણ જિલ્લા પોલીસના ​”તેરા તુજકો અર્પણ”  ગુમાવેલી મૂડી પાછી મળતા નાગરિકો ગદગદિત
ઘણીવાર ચોરી થયેલો માલ કે સાયબર ફ્રોડમાં ગયેલા રૂપિયા પાછા મળવાની આશા લોકો છોડી દેતા હોય છે. પરંતુ પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીના નેતૃત્વમાં પોલીસે અશક્યને શક્ય કરી બતાવ્યું. “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ પોલીસે રિકવર કરેલો અંદાજે ૪૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ તેના અસલી માલિકોને સુપરત કર્યો હતો.
​સૌથી મોટી સફળતા સાયબર સેલને મળી છે, જેણે ડિજિટલ ગઠિયાઓના મોઢામાંથી ₹૧૪.૮૨ લાખ આંચકીને સીધા ફરિયાદીઓના બેંક ખાતામાં જમા કરાવ્યા છે. આ સિવાય, પોતાની કાળી કમાણીથી ખરીદેલા ૩૮ મોબાઈલ ફોન, ૪ બાઈક, ૧ ગાડી, ₹૨.૫૦ લાખની રોકડ અને સોનાના દાગીના જ્યારે મૂળ માલિકોને પાછા મળ્યા, ત્યારે લોકોની આંખોમાં પોલીસ પ્રત્યેનો આદર સાફ દેખાતો હતો.
​વ્યાજખોરીના અંધકાર સામે બેંકિંગ લોનનો પ્રકાશ
​પાટણ પોલીસે માત્ર ગુના ઉકેલવાનું કામ નથી કર્યું, પરંતુ ગુનાની જડ પર પ્રહાર કર્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો મજબૂરીમાં આવીને જે લોહીચૂસ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઈ જાય છે, તેમને બચાવવા માટે પોલીસે એક અનોખી પહેલ કરી.
રાષ્ટ્રીયકૃત બેંકો (જેમ કે બેંક ઓફ બરોડા) સાથે ટાઈ-અપ કરીને સ્થળ પર જ લોન મેળો યોજવામાં આવ્યો. વ્યાજખોરોથી પીડિત કે આર્થિક જરૂરિયાતવાળા પાત્રતા ધરાવતા અરજદારોને ₹૫ કરોડથી વધુની લોન મંજૂર કરી ચેક વિતરણ કરવામાં આવ્યું. આ એક એવો માસ્ટરસ્ટ્રોક છે જે વ્યાજખોરોના કાળા કારોબારના પાયા હચમચાવી દેશે.

*​DySP પરેશ રેણુકાનો દમદાર લલકાર:*
“કોઈના બાપથી ડરવાની જરૂર નથી!”

​કાર્યક્રમ દરમિયાન DySP પરેશ રેણુકાએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં વ્યાજખોરોને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે
​કોઈપણ નાની-મોટી નાણાકીય જરૂરિયાત માટે માત્ર અને માત્ર સરકારી કે અધિકૃત બેંકોનો જ સંપર્ક કરો.
​ગેરકાયદેસર મની લેન્ડર્સ (વ્યાજખોરો) પાસે જઈને જિંદગી નરક ન બનાવો.
​જો કોઈ વ્યાજખોર બળજબરીપૂર્વક ઉઘરાણી કરે, ધમકાવે કે હેરાન કરે, તો કોઈપણ ડર વગર સીધા પોલીસનો સંપર્ક કરો. પોલીસ તમારી પાછળ ખડતલ દીવાલ બનીને ઊભી છે અને આવા તત્વો સામે કાયદાનો કોરડો વીંઝવા તત્પર છે.
​મહાનુભાવો ની હાજરી, પ્રજામાં નવો વિશ્વાસ
આ ઐતિહાસિક કેમ્પમાં બેંક ઓફ બરોડાના જનરલ અને રિજનલ મેનેજર જગદીશ મેહરચંદાણી, લિડ ડિસ્ટ્રિક્ટ મેનેજર કુલદીપસિંઘ ગેહલોત તેમજ પાટણ નગર પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
​પોલીસનું કામ માત્ર ગુનેગારોને પકડવાનું જ નહીં, પણ સમાજને સુરક્ષિત અને આર્થિક શોષણમુક્ત બનાવવાનું પણ છે. પાટણ જિલ્લા પોલીસની આ કામગીરી ગુજરાતના અન્ય જિલ્લાઓ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ (Bench Mark) સાબિત થશે. સલામ પાટણ પોલીસ!……!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here