ચોપડા વિતરણ, અકસ્માત વીમા પોલિસી ચેક અને અંગદાતા પરિવારને આર્થિક સહાય ના ચેકનું વિતરણ કરાયું…


પાટણ તા. 30
પાટણ એપીએમસી દ્વારા વેપારની સાથે સાથે શિક્ષણને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે દર વર્ષની જેમ ચાલુ સાલે પણ પાટણ એપીએમસી દ્વારા સારી કોલેટી ના ફૂલ સ્ક્રેપ ના ચોપડા તેમજ નોટબુકો નું વિતરણ અને અકસ્માતમાં મૃત્યુ પામેલા અને પાટણ એપીએમસી સાથે સંકળાયેલા અને અકસ્માતે મૃત્યુ પામેલા 35 જેટલા સ્વજનોના પરિવારજનોને અકસ્માત વીમા પોલિસી પેટના રૂપિયા એક લાખના ચેકનું વિતરણ અને અંગદાન કરનાર અંગ
દાતા ના એક પરિવારને રૂ. 5 લાખના ચેકનું વિતરણ કરવા
નો ત્રિવિધ કાર્યક્રમ શનિવારના રોજ એપીએમસી ખાતે ચેરમેન સ્નેહલભાઈ પટેલ, વાઈસ ચેરમેન જયંતિભાઈ પટેલ,પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, બોર્ડ ઓફ ડિરેક્ટર કે.સી. પટેલ, મોહનભાઈ પટેલ, હરેશભાઈ મોદી,રીન્કુ પટેલ, ભરતભાઈ પટેલ ,શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, સેક્રેટરી હરેશભાઈ પટેલ સહિત પાટણ નગર
પાલિકાના કોર્પોરેટરો, પાટણ જિલ્લા-તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો, એપીએમસી સ્ટાફ પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
પાટણ એપીએમસી પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આયોજિત આ ફૂલસ્કેપ ચોપડા વિતરણ અને નોટબુક વિતરણમાં અંદાજિત બે લાખ ફુલ સ્કેપ ચોપડા અને 25000 જેટલી નોટબુકો નું વિતરણ કરવામાં આવનાર છે .જેમાં ફૂલ સ્ક્રેપ ના એક ડઝન ચોપડા ની કિંમત રૂ. 400 અને એક ડઝન નોટબુક ના રૂપિયા 280 પ્રમાણે નહીં નફો નહીં નુકસાનના ધોરણે વિતરણ કરવામાં આવનાર હોવાનું એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું.તો એપીએમસી દ્વારા આયોજિત આ ચોપડા વિતરણ નો લાભ લેવા પાટણ શહેર – તાલુકા અને જિલ્લાની જનતાને એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર કે.સી. પટેલે અપીલ કરી હતી.
આ ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ મા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે અકસ્માત પોલીસી ના રૂ એક લાખના ચેક અને અંગદાતા પરિવારને રૂ. 5 લાખ નો ચેક વિતરણ કરી સ્વજન ગુમાવનાર પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી.




