ગણતરીના કલાકોમાં જ ચોરીના મોટર સાયકલ સાથે આરોપીઓને પકડી પાડતી મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસીંધ યાદવ, ગાંધીનગર રેન્જ, ગાંધીનગર અને પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, જી.મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ મહેસાણા વિભાગ દ્વારા જીલ્લામાં બનતા વાહન તેમજ મિલ્કત સબંધી ગુન્હા અટકાવા તથા બનેલ અનડીટેક ગુન્હા શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે પટેલના માર્ગદર્શન હેઠળ મહેસાણા એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો જયદિપકુમાર પ્રભુદાસ, આ.પો.કો મનિષકુમાર બાબુભાઈ, અ.પો.કો. હાર્દિકકુમાર ભરતભાઈ, અ.પો.કો. નિશાન જીતેન્દ્રકુમાર, અ.પો.કો દિનેશકુમાર વાઘજીભાઈ, પિયુષકુમાર ડાહ્યાભાઇ, અ.પો.કો રોહીતકુમાર અને વિરમભાઈ સહિત પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મહેસાણા ટાઉન પાટીદાર પ્લાઝા તરફથી પ્રદુષણ પરા તરફ જતા રોડ ઉપર આવતા સાથેના અ.હે.કો જયદિપકુમાર પ્રભુદાસ તથા આ.પો.કો મનિષકુમાર બાબુભાઇ નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મહેસાણા શહેર એ ડીવીઝન પો.સ્ટે.પાર્ટ-એ.૧૧૨૦૬૦૪૪૨૫૦૭૨૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ હોન્ડા કંપનીનુ લાલ કલરનુ સાઇન-૧૨૫ મોટરસાઇકલ નં.GJ-24-N.8449નુ બે શંકાસ્પદ ઇસમો ચાલતા દોરીને પ્રદુષણ પરાથી સાઇબાબા ત્રણ રસ્તા તરફ જાય છે જેમાં એક ઇસમ સફેદ કલરનો ડીઝાઇન વાળો પ્રીન્ટેડ શર્ટ તથા વાદળી જેવા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે અને બીજા ઇસમે કાળા કલરનો ચેક્સ શર્ટ તથા કાળા કલરની નાઇટી પેન્ટ પહેરેલ છે.જે હકીકત આધારે સાઇબાબા ત્રણ રસ્તા તરફ જતા રોડ ઉપર વોચ તપાસમાં રહેલ દરમ્યાન મહેસાણા પ્રદુષણ પરા તરફથી ઉપરોકત વર્ણનવાળ બન્ને ઇસમો એક મોટર સાઇકલ દોરીને આવતા હોય જેઓને રોકી તેનુ પંચો રૂબરૂ નામ ઠામ પુછતા પ્રથમ ઇસમે પોતે પોતાનુ નામ સલમાનખાન ઉર્ફે કલ્લુ આસીફખાન કલેખા પઠાણ ઉ.વ.૨૯ રહે.મહેસાણા કસ્બા પંખીયાવાસ તા.જી મહેસાણાનો હોવાનુ જણાવેલ બીજા ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ લક્ષ્મણજી ભીખાજી વલાજી ઠાકોર ઉ.વ-૫૧ રહે. મહેસાણા લાખવડી ભાગોળ લાડવઇ માતાજીના મંદીર પાસે તા.જી મહેસાણાનું જણાવેલ સદરી બન્ને ઇસમો પાસેનું પાસેનું મોટર સાઇકલ જોતા આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાંખેલ છે. જે મોટર સાયકલન સાધનીક કાગળો માંગતા પોતાની પાસે ન હોય અને ચોરી કે છળ કપટથી મેળવેલ હોવાનું શક વહેમ હોય જેથી તેની વધુ પુછપરછ કરતા સદર મોટર સાયકલ મહેસાણા હૈદરીચોક ખાતે મેડિકલ સ્ટોર આગળથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતો હોય જેથી સદર મો.સા ના એન્જીન-ચેચીસ નંબર જોતા એન્જીન નં-JC36E77558839 તથા ચેચીસ નં-ME4JC36KCD719 5321 ના જણાય છે. જેની કિ.રૂ.૨૦,૦૦૦/-ની ગણી મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here