ચાણસ્મામાં રાત્રે ખાટલામાં સૂતેલી સગીરા પર હુમલો : પોક્સો હેઠળ ગુનો દાખલ…

ચાણસ્મા પોલીસે એક આરોપી વિરુદ્ધ સગીરા પર જાતીય હુમલો અને સતામણીનો કેસ નોંધ્યો છે. આરોપી પ્રશાંત ગિરીશભાઈ શ્રીમાળી વિરુદ્ધ પોક્સો અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
છ મહિના પહેલા આરોપીએ ચાણસ્માના એક મંદિર નજીક સગીરાનો હાથ પકડી ધમકી આપી હતી. તેણે સગીરા અને તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એક અઠવાડિયા પહેલા રાત્રે આરોપી સગીરાના ઘરે આવીને બારીનો દરવાજો ખખડાવ્યો હતો.
19 સપ્ટેમ્બર, 2025ની રાત્રે 3:30 વાગ્યે સૌથી ગંભીર ઘટના બની. સગીરા ઘરની બહાર ખાટલામાં સૂતી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો. તે સગીરા સાથે ખાટલામાં સૂઈ ગયો. આરોપીએ સગીરાના શરીર પર નખ માર્યા અને ખભા પર બચકું ભર્યું. તેણે સગીરાને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરી જાતીય હુમલો કર્યો હતો.
આરોપી સગીરાનો વારંવાર પીછો કરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 75(2), 76, 78(2), 115(2), 351(3) અને પોક્સો અધિનિયમની કલમ 8 અને 12 હેઠળ ગુનો નોંધ્યો છે. કેસની તપાસ ચાલુ છે…….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here