પાટણમાં ગૌપ્રેમીઓ દ્રારા ગૌવંશની રક્ષા અને ગૌ હત્યાને અટકાવવાની સાથે ગૌમાતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગ સાથે રેલી યોજાઈ..

જિલ્લા કલેકટર ને ગૌપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી..

પાટણ તા. 27
ગૌવંશની રક્ષા અને ગૌહત્યાને સદંતર અટકાવવાની સાથે સાથે ગૌમાતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગ સાથે સોમવારે પાટણ હરિઓમ ગૌશાળા ની આગેવાની હેઠળ ગૌપ્રેમીઓ અને સામાજિક જાગૃત નાગરિકો દ્વારા શહેરના ટીબી ત્રણ રસ્તાથી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે ગૌ પત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર ને સુપ્રત કરવામાં આવેલ ગૌપત્રમાં મુખ્યત્વે ગૌહત્યા સાથે સંકળાયેલા ઇસમો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને પ્રવર્તમાન કાયદાઓનો ચુસ્ત અમલ કરાવવા રજૂઆત કરવામાં આવે હતી સાથે સાથે ​ગૌવંશ
ની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી (કતલખાને જતા પશુઓ) અટકાવવા માટે ચેકપોસ્ટો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવા માંગ કરાય છે.તો રઝળતા ગૌવંશ માટે યોગ્ય નિભાવ, ઘાસચારાની વ્યવસ્થા અને પાંજરાપોળ તેમજ આશ્રય સ્થાનોને સરકારી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવે છે.
​આ ગૌપત્રના માધ્યમથી પાટણના ગૌપ્રેમીઓએ સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ ગૌવંશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.
આ રેલીમાં અનાવાડા હરિઓમ ગૌશાળાના સંચાલક દિનેશભાઈ જોષી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન જગદીશભાઈ ઠકકર સહિત મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ના કાર્યકરો, પાંજરાપોળ ના સંચાલકો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here