પાટણના વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો વિશેષ લોક દરબાર કાર્યક્રમ.

ગ્રામજનોની મોટી ઉપસ્થિતિ : સરપંચો અને સામાજિક કાર્યકર્તાઓ રહ્યા હાજર.

નવરાત્રી પર્વ પર વિશેષ ચર્ચા : કાયદો, વ્યવસ્થા અને સુરક્ષાને લઈને પોલીસ વહીવટી તંત્ર બન્યું સતર્ક.

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરવા તેમજ આગામી તહેવારોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાના આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો.
આ લોક દરબાર અગાઉ અધિકારીઓએ પાટણના ભીલવણ ગામની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લાના ડી.વાય.એસ.પી. કે.કે. પંડ્યા, તેમજ વાગડોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. અમિત દેસાઈ, પી.એસ.આઇ. પી.એમ. બોડાણા તેમજ પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.


આ બેઠકમાં વાગડોદ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ, ડેલિકેટ્સ અને અગ્રણી સામાજિક કાર્યકર્તાઓ જોડાયા હતા. ખાસ કરીને આગામી નવરાત્રીના પાવન અવસરને ધ્યાનમાં રાખીને ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, શાંતિ અને ભાઈચારો બનાવો રહે તથા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને તહેવારોમાં સહયોગ આપવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here